Viral Video: પલ્સ કેન્ડી ખાઈને કોરિયન મહિલાએ કહી આ વાત, ભડકી ગયા દેશી યુઝર્સ

Pulse Candy South Korean Woman: સોશિયલ મીડિયા પર હાલમાં એક કોરિયન યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એ વિચિત્ર હરકતો કરી રહી છે જેને કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: પલ્સ કેન્ડી ખાઈને કોરિયન મહિલાએ કહી આ વાત, ભડકી ગયા દેશી યુઝર્સ
south koriean woman Viral video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 04, 2023 | 8:45 PM

દરેક વ્યક્તિને બાળપણથી જ કેન્ડી ખાવાનો શોખ હોય છે. દરેક વ્યક્તિની કેન્ડીની પસંદ અલગ અલગ હોય છે. કોઈને ચોકલેટ કેન્ડી પસંદ હોય છે તો કોઈને પલ્સ કેન્ડી પસંદ હોય છે. પલ્સ કેન્ડીને લગતો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયો જોઈને દેશી સોશિયલ મીડિયા યુઝર્સ ભડકી ઉઠયા છે.

જણાવી દઈએ કે ભારતીય કેન્ડી પલ્સ આજે દેશના મોટા ભાગના લોકોની પસંદ બની ગઈ છે. પલ્સ કેન્ડીએ ટૂંક સમયમાં જ જોરદાર લોકપ્રિયતા મેળવી છે. પણ હાલમાં એક દક્ષિણ કોરિયાની યુવતી આ કેન્ડીને ખરાબ કહી રહી છે. આ દક્ષિણ કોરિયાની યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોની શરુઆતમાં એક દક્ષિણ કોરિયાની યુવતી પલ્સ કેન્ડી બતાવતી જોવા મળી રહી છે. તે પલ્સ કેન્ડીનો સ્વાદ ચાખીને પોતાના ફેન્સને તેનો રિવ્યૂ જણાવી રહી છે. જણાવી દઈએ કે પલ્સ કેન્ડી એક ખાટ્ટી-મિઠ્ઠી કેન્ડી છે, તે મોંમાં જતા જ મજેદાર સ્વાદ આવે છે. પણ આ વિદેશી મહિલાને આ કેન્ડી પલ્સ ભાવતી નથી અને તે વિચિત્ર હરકત કરવા લાગે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : હેલ્મેટ વગર સ્કૂટી ચાલાવવું આ વ્યક્તિને ભારે પડયું, પોલીસે ખવડાવી મમ્મીની કસમ

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @mhyochi.png નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ભારતી કેન્ડીએ મને રડાવી, કોણે મને આ ખાવાની સલાહ આપી હતી. આ વીડિયોને દેશી સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ શેયર કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, દીદી…તમે ખાલી કિડા-વાંદા જ ખાઓ. બીજા એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, વાંદરો શું જાણે આદુંનો સ્વાદ. અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ એક સ્વાદિષ્ટ કેન્ડી છે.