Viral Video : સરહદ પર સિદ્ધુ મૂસેવાલાનું ગીત ગુંજ્યું, પાકિસ્તાની સૈનિકો પણ ઝુમી ઉઠયા

હાલમાં સોશિયલ મીડિયા પર સરહદનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં ભારતના સિંગર સિદ્ધુ મૂસેવાલાનું ગીત વાગી રહ્યુ છે. જે વીડિયો વાયરલ થયો છે તેને જોઈને તમે પણ કહેશો કે, સંગીતને કોઈ સીમા નથી નડતી.

Viral Video : સરહદ પર સિદ્ધુ મૂસેવાલાનું ગીત ગુંજ્યું, પાકિસ્તાની સૈનિકો પણ ઝુમી ઉઠયા
Viral Video
Image Credit source: twitter
| Edited By: | Updated on: Aug 26, 2022 | 11:19 PM

ભૂતકાળમાં ભારત અને પાકિસ્તાન એક જ દેશના ભાગ હતા. ભલે 1947માં દેશના 2 ભાગ થયા, ભલે આતંકી હુમલાઓને કારણે બન્ને દેશના સંબંધો સારા નથી પણ આજે પણ બન્ને દેશોના લોકોને એકબીજાના દેશની અનેક વસ્તુઓ ગમે છે. તે કોઈનાથી છુપાયું નથી.ઘણીવાર એવું કહેવામાં આવે છે કે સંગીત એક ‘શક્તિશાળી સાધન’ છે, જે લોકોને એક કરે છે અને તે તમામ સીમાઓ પાર કરી શકે છે. દેશની સરહદોથી માણસોને રોકી શકાય છે, પરંતુ સંગીતને કોઈ રોકી શકતું નથી. તે તમામ મર્યાદાઓની બહાર છે. જેમ ભારતીય ગીતો પાકિસ્તાન સહિત અન્ય ઘણા દેશોમાં સાંભળવામાં અને પસંદ કરવામાં આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર સરહદનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં ભારતના સિંગર સિદ્ધુ મૂસેવાલાનું (Sidhu Moosewala ) ગીત વાગી રહ્યું છે. જે વીડિયો વાયરલ થયો છે. તેને જોઈને તમે પણ કહેશો કે, સંગીતને કોઈ સીમા નથી નડતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો ખરેખર સરસ છે. આ વીડિયોમાં સરહદી વિસ્તાર જોઈ શકો છો. પાકિસ્તાની ધ્વજ નીચે તમને કેટલાક સૈનિકો દેખાશે અને જ્યાંથી આ વીડિયો શૂટ થઈ રહ્યો છે. ત્યાં પણ કેટલાક કેટલાક પાકિસ્તાની સૈનિકો એક ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. આ ગીત સ્વ. સિદ્ધુ મૂસેવાલાનું છે. તે એક પંજાબી સિંગર હતા, જેની હાલમાં જ હત્યા કરવામાં આવી હતી. તેના ફેન્સ આ વીડિયો જોઈને ઘણા ભાવુક થયા હશે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર IPS HGS Dhaliwalએ ટ્વિટ કર્યો છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, સરહદ પાર વાગી રહ્યું છે સિદ્ધુનું ગીત. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લાખો વ્યૂઝ મળ્યા છે. અને હજારોની સંખ્યામાં લોકોએ આ વીડિયોને લાઈક કરીને શેયર કર્યુ છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. તેમાં પાકિસ્તાની અને ભારતીય યુઝરનો સમાવેશ થાય છે. એક યુઝરે લખ્યુ છે કે, આજ સંગીતની તાકાત અને સુંદરતા છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ વીડિયો ખરેખર ભાવનાત્મક અને જબરદસ્ત છે.