દિવાળી પર માથાભારે શખ્સે લોકોના ઘરોમાં છોડ્યાં રોકેટ, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

લોકોએ આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે હવે ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ ભયાનક મામલો થાણે જિલ્લાના ઉલ્હાસનગરનો છે.

દિવાળી પર માથાભારે શખ્સે લોકોના ઘરોમાં છોડ્યાં રોકેટ, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ
Shocking Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 25, 2022 | 3:33 PM

દિવાળી (Diwali 2022)ના અવસર પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં દિલ્હીમાં દરેક જગ્યાએ ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા. પરંતુ મહારાષ્ટ્રમાં એક વ્યક્તિએ ફટાકડા સાથે એવી જીવલેણ રમત રમી, જેનો વીડિયો જોઈને દરેક લોકો ગભરાઈ ગયા છે. વાયરલ થયેલી ક્લિપમાં યુવક જાણી જોઈને રહેણાંક મકાનને નિશાન બનાવીને તેમના પર રોકેટ ફેંકતો જોવા મળે છે. આ રોકેટ લોકોના ઘરમાં ઘૂસ્યા બાદ ફૂટવા લાગ્યા કે તરત જ તેઓ ગભરાઈ ગયા. આ દરમિયાન કેટલાક લોકોએ આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે હવે ઝડપથી વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. આ ભયાનક મામલો થાણે જિલ્લાના ઉલ્હાસનગરનો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક રહેણાંક બિલ્ડિંગની નીચે ઊભો છે અને રોકેટ ફાયર કરી રહ્યો છે. પરંતુ રોકેટ બિલ્ડીંગમાં સીધા લોકોના ઘરોમાં ઘૂસતા જોવા મળે છે. કેમેરાનો એંગલ બદલ્યા બાદ ખબર પડે છે કે યુવક ભૂલથી નહીં પરંતુ જાણી જોઈને આવું કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનક ઘરમાં ઘૂસી રહેલા રોકેટ અને ફાટવાને કારણે લોકો ગભરાઈ ગયા છે. વાયરલ ક્લિપ પરથી અંદાજ લગાવી શકાય છે કે માથાભારે યુવકે માત્ર પોતાનો જીવ જ નહીં પરંતુ અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા છે.

ચોંકાવનારો મામલો થાણેના ઉલ્હાસનગરનો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને થાણે પોલીસ પણ ચોંકી ગઈ હતી. થાણે પોલીસ કમિશનરના આદેશ પર, ઉલ્હાસનગર પોલીસે કેસ નોંધીને વ્યક્તિની શોધ શરૂ કરી છે. યુવક વિરુદ્ધ કલમ 285, 286, 336 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.