Viral Video: પંજાબમાં કારનો ભયાનક અકસ્માત, CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં થયા વાયરલ

આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. આ અકસ્માત ફગવાડા અને ચંદીગઢને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બહેરામ નગર પાસે થયો હતો, જ્યારે અચાનક વળાંક દરમિયાન બે કાર લોડેડ ટ્રોલી સાથે અથડાઈ હતી.

Viral Video: પંજાબમાં કારનો ભયાનક અકસ્માત, CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં થયા વાયરલ
Accident Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Sep 13, 2022 | 4:22 PM

પંજાબના નવાશહેરમાં એક ખતરનાક અકસ્માત (Accident Viral Video) થયો છે, જેના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ ક્લિપ (Viral Video)માં જોઈ શકાય છે કે કેવી રીતે માટીથી ભરેલી ટ્રોલી બે કાર પર પલટી ગઈ. આ કરૂણ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. આ અકસ્માત સોમવારે બપોરે ફગવાડા અને ચંદીગઢને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બહેરામ નગર પાસે થયો હતો, જ્યારે અચાનક વળાંક દરમિયાન બે કાર લોડેડ ટ્રોલી સાથે અથડાઈ હતી.

જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે એક ટ્રેલર અચાનક જ રોડની બીજી બાજુ તેજ ગતિએ વળે છે. તે જ સમયે સામેથી આવતી બે કાર તેની સાથે અથડાઈ હતી. આ પછી ટ્રોલી પલટી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાર સંપૂર્ણ રીતે ટ્રોલીની નીચે દબાઈ ગઈ છે, જ્યારે બીજી કારનો અડધો ભાગ તેની સાથે અથડાઈ ગયો છે. આ વીડિયો જોઈને કોઈના પણ હૃદયના ધબકારા વધી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દર્દનાક અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનો જમાવડો થઈ ગયો હતો. આ પછી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્રણેય એક જ પરિવારના હતા. જુઓ અન્ય વાયરલ વીડિયો.

 

Published On - 4:20 pm, Tue, 13 September 22