વાઘનો શિકાર કરવા માગતા હતા જંગલી કૂતરાઓ, લોકોએ કહ્યું – હિમ્મતની દાદ દેવી પડે

વાયરલ ક્લિપમાં બેથી ચાર જંગલી કૂતરા પોતાના કરતા અનેક ગણા મોટા ભયંકર વાઘને પરેશાન કરતા જોવા મળે છે. એટલું જ નહીં આ કૂતરાઓ વાઘનો શિકાર કરવાનો પ્રયાસ પણ કરે છે. પરંતુ કોઈ કૂતરો વાઘની નજીક જવાની હિંમત કરી શકતો નથી.

વાઘનો શિકાર કરવા માગતા હતા જંગલી કૂતરાઓ, લોકોએ કહ્યું - હિમ્મતની દાદ દેવી પડે
Tiger and wild dogs
Image Credit source: twitter
| Edited By: | Updated on: Nov 04, 2022 | 6:00 PM

વન્યજીવો સાથે જોડાયેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આમાંથી કેટલાકમાં પ્રાણીઓ વચ્ચે રોમાંચક ઝઘડા જોવા મળે છે, જ્યારે કેટલાકને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો દંગ રહી ગયા છે. વાયરલ ક્લિપમાં બેથી ચાર જંગલી કૂતરા પોતાના કરતા અનેક ગણા મોટા ભયંકર વાઘને પરેશાન કરતા જોવા મળે છે. એટલું જ નહીં આ કૂતરાઓ વાઘનો શિકાર કરવાનો પ્રયાસ પણ કરે છે. પરંતુ કોઈ કૂતરો વાઘની નજીક જવાની હિંમત કરી શકતો નથી.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાઘ જંગલમાંથી ક્યાંક જઈ રહ્યો છે. ત્યારે કેટલાક જંગલી કૂતરા તેના રસ્તામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે વાઘને જોઈને જંગલી કૂતરાઓ ત્યાંથી સરકી જવાને બદલે આ ભયંકર શિકારી પર હૂમલો કરવા માંડે છે. એટલું જ નહીં કૂતરાઓનું ટોળું વાઘનો શિકાર કરવાનો પ્રયાસ પણ કરે છે. પરંતુ વાઘ સાથે આંખો મિલાવવાની કોઈની હિંમત થતી નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે વાઘ કૂતરાઓને પણ ખૂબ હળવાશથી લે છે. આ પછી, તે તેમની તરફ જોઈને તેમને ડરાવે છે.

વીડિયો શેર કરતાં IFS સુશાંત નંદાએ લખ્યું છે કે, જંગલી કૂતરાઓ વાઘ માટે ખૂબ જ ખતરનાક વિરોધી છે. કારણ કે વાઘના પંજાનો એક ફટકો કૂતરાઓનું કામ તમામ કરવા માટે પૂરતો છે. પરંતુ ક્લિપમાં જંગલી કૂતરાઓ પોતાના કરતા અનેક ગણા મોટા વાઘને પડકારવાની હિંમત કરી રહ્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી વીડિયોને લગભગ 33 હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકોએ તેને લાઈક કર્યો છે. આ સિવાય ઘણા લોકોએ પોતાનો પ્રતિભાવ પણ નોંધાવ્યો છે.

એક યૂઝરે કોમેન્ટ કરતાં એવું લાગે છે કે કૂતરાને વાઘના અઢી કિલોના પંજા વિશે ખબર નથી. અન્ય એક યુઝરે ટિપ્પણી કરતા લખ્યું છે કે, આ કૂતરાઓની હિંમતની પ્રશંસા કરવી જોઈએ. અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, એકતા એ જંગલી કૂતરાઓની તાકાત છે.