આ શખ્સનું શરીર છે કે રબર ? ફ્લેક્સિબિલિટી જોઈ સ્તબ્ધ થઈ જાય છે લોકો, જુઓ Amazing Viral Video

|

Jan 13, 2023 | 4:30 PM

તેણે એક મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે તે પોતાના શરીરને એવી રીતે વાળી શકે છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. પરંતુ, તેના કારણે તેને લોકોની ટીકા પણ સાંભળવી પડે છે. જો કે તે લોકોની વાતને અવગણીને આગળ વધતો રહે છે.

આ શખ્સનું શરીર છે કે રબર ? ફ્લેક્સિબિલિટી જોઈ સ્તબ્ધ થઈ જાય છે લોકો, જુઓ Amazing Viral Video
Amazing Viral Video
Image Credit source: Instagram

Follow us on

યોગ કરનારાઓનું શરીર ખૂબ જ લચીલું હોય છે. પરંતુ એક વ્યક્તિીનું શરીર એટલું લચીલુ છે કે જોનારાઓ દંગ રહી જાય છે! આ વ્યક્તિનું નામ જૌરેસ કોમ્બિલા છે, જે સોશિયલ મીડિયા પર પોતાના અદ્ભુત ‘ફ્લેક્સિબલ બોડી’ માટે પ્રખ્યાત છે. જૌરેસ આફ્રિકન દેશ ગેબોનનો છે. તેણે એક મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે તે પોતાના શરીરને એવી રીતે વાળી શકે છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. પરંતુ, તેના કારણે તેને લોકોની ટીકા પણ સાંભળવી પડે છે. જો કે તે દુનિયાના લોકોની વાતને અવગણીને આગળ વધતો રહે છે.

જૌરેસે જણાવ્યું કે તેણે આ કળા 7 વર્ષની ઉંમરે શરૂ કરી હતી. વાસ્તવમાં, તે આ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો (પગને 180 ડિગ્રીના ખૂણા પર રાખીને) અને પ્રથમ પ્રયાસમાં સફળ થયો, ત્યારે આ કરવામાં ઘણા લોકોને મહિનાઓ લાગે છે. આ અનુભવ પછી તેને સમજાયું કે તેનું શરીર ઘણું લચીલું છે. તે સતત બીજી વસ્તુઓ અજમાવતો રહ્યો. જો કે, તેની હરકતો જોઈને માતા ઘણી વાર નિરાશ થઈ જતી. કારણ કે, જોરેસ ઘણી વખત જમતી વખતે પણ તેના બંને પગ ગળાની પાછળ રાખતો હતો.

ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ
Vastu Tips : રસોડાની આ દિશામાં વાસણ રાખો, તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત !
રાત્રે ઊંઘ નથી આવતી? અજમાવો 6 આયુર્વેદિક ઉપાય

આ પણ વાંચો: Viral Video: શખ્સે ફ્લાઈટમાં યુવતીને અનોખી રીતે કર્યુ પ્રપોઝ, જોતા રહી ગયા આસપાસના લોકો

જૌરેસ માટે કંટોર્શનની સફર સરળ રહી નથી. લોકો તેની મજાક ઉડાવતા હતા, જેના કારણે તેણે ઘણી વખત આ બધું છોડી દેવાનું વિચાર્યું હતું. પરંતુ જૌરેસના સંબંધીઓએ તેને ટેકો આપ્યો અને તેને આ ચાલુ રાખવા કહ્યું. તે કહે છે કે તેની મહેનતનું પરિણામ એ છે કે તે હવે કંટોર્શન માટે જાણીતો છે, અને આ જ તેની આજીવિકા છે.

જૌરેસ અન્ય ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ લોકપ્રિય છે. જ્યાં ઘણા લોકો તેને ફોલો કરે છે. તે કહે છે કે તેની લોકપ્રિયતા પાછળ સોશિયલ મીડિયાનો ઘણો ફાળો છે, જેના માટે તે તેમનો આભારી પણ છે. વાસ્તવમાં તે સોશિયલ મીડિયાના કારણે જ કમાણી કરી રહ્યો છે. તે ઘણીવાર પોતાના જેવા કલાકારો સાથે મળીને કામ કરે છે. આ સાથે તેઓ લોકોને ફલેક્સીબલ બનવાની તાલીમ પણ આપે છે.

કોન્ટોર્શન એક પર્ફોર્મન્સ આર્ટ છે જેના પરફોર્મર્સને કોન્ટોર્શનિસ્ટ કહેવામાં આવે છે. આ કળા હેઠળ લોકો તેમની જબરદસ્ત શારીરિક સુગમતા દર્શાવે છે. તે પોતાના શરીરને એવી રીતે ટ્વિસ્ટ કરે છે કે જોનારા પણ સ્તબ્ધ થઈ જાય! એક્રોબેટિક્સ, સર્કસ એક્ટ્, સ્ટ્રીટ પર્ફોર્મન્સ અને અન્ય લાઇવ પર્ફોર્મન્સમાં અવારનવાર કોન્ટોર્શન આર્ટ બતાવે છે.

Next Article