Viral Video : રસ્તા પર લડી પડયા બે આખલા, લડાઈના ચોંકાવનારા દ્રશ્યો થયા વાયરલ

|

Jan 27, 2023 | 11:47 PM

પ્રાણીઓની લડાઈને લગતા વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આવા વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ વધારે શેયર કરતા હોય છે. હાલમાં આખલાની લડાઈને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : રસ્તા પર લડી પડયા બે આખલા, લડાઈના ચોંકાવનારા દ્રશ્યો થયા વાયરલ
Viral video
Image Credit source: Youtube

Follow us on

ઈન્ટરનેટની દુનિયામાં આપણે પ્રાણીઓની લડાઈને લગતા વિવિધ પ્રકારના વીડિયો જોવા મળે છે. ક્યારેક આ લડાઈ મજેદાર હોય છે, જ્યારે ઘણી વખત આ લડાઈ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જતા હોય છે. હાલમાં દિવસોમાં પણ પ્રાણીઓની લડાઈ સાથે જોડાયેલો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેને જોયા પછી તમે બધા ચોંકી જશો કારણ કે જ્યારે અહીં એક આખલાની ટક્કર થઈ ત્યારે ઘણી બાઈકને નુકશાન પણ થાય છે.કોઈ પણ લડાઈનો અંત ન આવે તો સમય આવતાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. આ લડાઈ માણસની હોય કે પ્રાણીની, આ વાત દરેકને લાગુ પડે છે.

હવે આ લડાઈને જ જુઓ જ્યાં બે આખલા લડે છે.શરૂઆતમાં ખબર નથી પડતી કે આ લડાઈ ક્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે, લોકો તેમનો પીછો કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ સાંભળતા નથી અને આ લડાઈની વચ્ચે એક બાઇક આવે છે અને તેઓ બાઈકને પણ ટક્કર મારતા જોવા મળી છે. આખલાની આવી લડાઈમાં ભૂતકાળમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે.

રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ

આ રહ્યો એ વાયરલ વીડિયો


વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે  આખલા પોતાના શિંગડાને એકસાથે  અથડાવીને લડાઈ શરૂ કરે છે અને આ જોઈને લડાઈ એટલી ઉગ્ર બની જાય છે કે આસપાસના લોકો ત્યાંથી ખસી જાય છે અને દૂર ઊભા રહી જાય છે અને દર્શક બની જાય છે. આશ્ચર્યની વાત એ છે કે કોઈ પીછેહઠ કરતું જોવા મળતું નથી, તેઓ માત્ર દૂરથી તેમનો પીછો કરવાનો પ્રયાસ કરે છે. આ લડાઈનું પરિણામ એ આવે છે કે અંતે એક આખલાનો પરાજય થાય છે અને કોઈક રીતે પીછો છોડીને ત્યાંથી ભાગી જાય છે.

આખલાની આ ગેંગ વોરનો વીડિયો ઝૈબ ખાન  નામની ચેનલ દ્વારા યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. જેને કરોડો લોકોએ જોયો છે અને લાખો લોકોએ પસંદ કર્યો છે.  લોકો આ વીડિયો પર  પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આખલાની લડાઈના આવા વીડિયો પહેલા પણ વાયરલ થાય છે. એ તમામ વીડિયોને જેમ આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Next Article