Viral Video : દિવ્યાંગની દેશભક્તિને સલામ, જુઓ કેવી રીતે તેણે પોતાની જાતને તિરંગાની જેમ લહેરાવી

|

Aug 15, 2022 | 10:52 AM

'આઝાદી કે અમૃત મહોત્સવ'ના (Azadi ka Amrit Mahotsav) અવસર પર એક દિવ્યાંગના એક વીડિયોએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. વાયરલ ક્લિપમાં આ વ્યક્તિ પોતાની દેશભક્તિને એક અલગ લેવલ પર લઈ જતો જોવા મળે છે.

Viral Video : દિવ્યાંગની દેશભક્તિને સલામ, જુઓ કેવી રીતે તેણે પોતાની જાતને તિરંગાની જેમ લહેરાવી
divyang hoisted himself

Follow us on

આઝાદીના 75માં વર્ષ પૂર્ણ થવા પર દેશમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની (Azadi ka Amrit Mahotsav) ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tricolor) અભિયાન ચાલી રહ્યું છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આઝાદીના અમૃતની ઉજવણી કરતા વીડિયોનું પૂર આવ્યું છે. જે તમારો ઉત્સાહ બમણો કરી દેશે. અત્યારે એક એવો વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમારું માથું ગર્વથી ઊંચું થઈ જશે એટલું જ નહીં, તમે ઈમોશનલ પણ થઈ જશો. વાસ્તવમાં, વાયરલ વીડિયોમાં, એક દિવ્યાંગ ઝંડાના થાંભલા પર ત્રિરંગાની જેમ લહેરાતો જોઈ શકાય છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ દિવ્યાંગની દેશભક્તિને સલામ કરી રહ્યા છે.

આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) પ્રસંગે એક દિવ્યાંગના એક વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. વાયરલ ક્લિપમાં દિવ્યાંગ પોતાની દેશભક્તિને એક અલગ લેવલ પર લઈ જતા જોવા મળે છે. આ વીડિયો જોયા પછી તમે પણ તેમની ભાવનાને સલામ કરશો. વીડિયોમાં જોઈ શકાય છે કે દિવ્યાંગે ત્રિરંગા જેવું ટી-શર્ટ પહેર્યું છે. તે પોલ પર ચડતો જોવા મળે છે. બીજી જ ક્ષણે આ દિવ્યાંગ જે કંઈ કરે છે, તેને જોઈને તમારો ઉત્સાહ પણ વધી જશે. આ વ્યક્તિ પોલ પર ત્રિરંગાની જેમ પોતાની જાતને લહેરાવતો જોવા મળે છે. આ વીડિયો દરેકના દિલને સ્પર્શી ગયો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અહીં ત્રિરંગાની જેમ પોતાની જાતને લહેરાવતા દિવ્યાંગનો વીડિયો જુઓ…..

આ હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @umda_panktiyan નામથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 13 સેકન્ડની આ ક્લિપ નેટીઝન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. વીડિયોને અત્યાર સુધીમાં 72 હજાર વખત જોવામાં આવ્યો છે, જ્યારે 5 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. આ વીડિયો જોયા બાદ લોકો આ વ્યક્તિની ભાવના અને દેશભક્તિને સલામ કરી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ કોમેન્ટ સેક્શનમાં પણ તેમના પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે.

Next Article