Video : ચાલુ ટ્રેનમાં ચડવાના ચક્કરમાં યુવક પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયો ! ધબકારા વધારી દેતો વીડિયો વાયરલ

|

Dec 29, 2021 | 12:35 PM

આ દિવસોમાં એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે.જેમાં એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચડી રહ્યો છે,તે બાદ કંઈક એવુ થાય છે જે જોઈને તમારા હોંશ ઉડી જશે.

Video : ચાલુ ટ્રેનમાં ચડવાના ચક્કરમાં યુવક પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયો ! ધબકારા વધારી દેતો વીડિયો વાયરલ
Passenger felldown in railway platform

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral)થતા જોવા મળે છે.જેમાં કેટલાક ફની વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.જ્યારે કેટલાક દિલધડક દ્રશ્યો જોઈને લોકો પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે.જેમાં એક મુસાફરને (Passenger) ઉતાવળ કરવી ભારે પડે છે.ટ્રેન આવતા જ આ મુસાફર તાબડતોડ ચાલુ ટ્રેનમાં ચડવાની કોશિશ કરે છે,પરંતુ બાદમાં કંઈક એવુ થાય છે જે જોઈને તમે પણ ચોંકી જશો.

ઉતાવળમાં કંઈક આવુ થયુ…!

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સામાન્ય રીતે આજકાલ દરેક વ્યક્તિ ઉતાવળમાં જોવા મળે છે અને તેના કારણે કેટલીક વાર તેને સહન કરવાનો વારો આવે છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.જેમાં એક મુસાફર ચાલુમાં ટ્રેનમાં (Train) ચડવાનો પ્રયાસ કરે છે.પરંતુ તેને પગ લપસી જતા તે ટ્રેન અને પ્લેટફોર્મ (Railway Platform) વચ્ચે ફસાઈ જાય છે.આ જોઈને આસપાસના લોકોના જીવ પણ અધ્ધર થઈ જાય છે.જો કે RPF જવાનની(RPF Sub Inspector)  સમજદારીને કારણે આ મુસાફરનો જીવ બચી ગયો.આ ઘટનાના દિલધડક દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા હતા.

જુઓ દિલધડક દ્રશ્યો

CCTV ફૂટેજ વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ CCTV ફૂટેજ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર North Central Railway દ્વારા શેર કરવામાં આવ્યો છે.સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, કાનપુર સ્ટેશન(Kanpur Station) પર ચાલતી ટ્રેન માં ચડતી વખતે એક મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પડી ગયો. સબ ઇન્સ્પેક્ટર શ્રી અમિત દ્વિવેદીએ પોતાની સમજદારીથી આ મુસાફરનો જીવ બચાવ્યો.

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, આ રીતે ઉતાવળમાં કોઈનો જીવ પણ જઈ શકે છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,સબ ઇન્સ્પેક્ટરની કામગિરીને સલામ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ RPF જવાનની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral: કૂતરાની આ ચાલાકીભરી ચોરીએ જીત્યું લોકોનું દિલ, જોનાર બોલ્યા પરફેક્ટ ક્રાઈમ

આ પણ વાંચો : UP: પિયુષ જૈનની વધી શકે છે મુશ્કેલીઓ, સોનાની ઈંટ અને બિસ્કીટ જપ્ત કરાયા, આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરી કરતી ટોળકીના તાર જોડાયેલા હોવાની આશંકા

Next Article