દુનિયામાં અનેક લોકો થોડા પૈસા બચાવવા માટે અનેક શોર્ટકટ અપનાવતા હોય છે. ખાસ કરીને ભારતમાં આ પ્રકારના લોકો વધારે જોવા મળે છે. તેઓ પોતાના કામને સરળતાથી અને ઓછા પૈસામાં પૂર્ણ કરવા માટે જાત જાતના જુગાડ કરતા હોય છે આવા અનેક જુગાડના વીડિયો સોશિયલ મીડિયા પર ભૂતકાળમાં વાયરલ થયા છે અને આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. કામને પૂર્ણ કરવા માટે શોર્ટકટનો ઉપયોગ કરવો તે ભારતીયોની મોટું ટેલેન્ટ છે. હાલમાં આજ વાતની સાબિતી આપતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો તમને આશ્વર્યમાં મુકી દેશે. આ વીડિયો મહારાષ્ટ્ર (Maharashtra)નો છે.
વાયરલ થયેલો આ વીડિયો મુંબઈ-અમદાવાદ હાઈ-વેનો છે. આ વીડિયામાં જોઈ શકાય છે કે હાઈ-વે પરના ફૂટ ઓવરબ્રિજ પરથી એક રીક્ષાચાલક પોતાની રીક્ષાને એક તરફથી બીજી તરફ લઈ જઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા જ પોલીસ આ રીક્ષા ચાલકને શોધવાનો પ્રયાસ કરી રહી છે.રીક્ષા ચાલકની આ હરકત ખુબ જોખમી અને એક પ્રકારનો ગુનો છે. તેના આ કામથી કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ હોત. પોલીસે લોકોને અપીલ કરી છે કે આ રીક્ષાચાલક જેવા કામ કયારે પણ ના કરે. આ ખુબ જોખમી કામ છે.
Bas yahi dekhna baaki tha! pic.twitter.com/wuAZvBy5fh
— Roads of Mumbai 🇮🇳 (@RoadsOfMumbai) August 19, 2022
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોમ ટ્વિટર પર Roads of Mumbai નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. આ વીડિયો જોઈ લોકો પહેલા તો આશ્વર્યમાં મુકાયા હતા, અને પછી ખડખડાટ હસી પડ્યા હતા. લોકો આ વીડિયોને ખુબ શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, પેટ્રોલ બચાવવા આ ગજબનો શોર્ટકટ કાઢયો. બીજા એક યુઝરે લખ્યુ છે કે, ફૂટ ઓવરબ્રિજ પર કોઈ વ્યક્તિ ચાલી રહ્યો હોત તો ચોક્કસ આ રીક્ષાને જોઈને બેભાન થઈ ગયા હોત. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, રીક્ષા ચાલકે ગજબનું મગજ ચલાવ્યુ. આવું તો અનેક ભારતીય કરે છે !