સોશિયલ મીડિયા પર હાલમાં દિલ્હી મેટ્રો ભારે ચર્ચામાં છે. મેટ્રોમાં ઉર્ફી જાવેદ કરતા પણ ઓછા કપડા પહેરીને આવનાર એક છોકરીને કારણે દિલ્હી મેટ્રોની ભારે ચર્ચા થઈ રહી છે. આ વાયરલ દિલ્હી મેટ્રો ગર્લનું નામ રિદમ ચાનના છે. તેના વીડિયો વાયરલ થયા બાદ તેની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે જણાવ્યું છે કે હું જે પણ પહેરુ, કોઈને પણ તેનાથી મુશ્કેલી ન હોવી જોઈએ. તેનો વધુ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
એક ઈન્ટવ્યૂમાં 19 વર્ષીય રિદમે જણાવ્યું કે, જો કોઈને મારા કપડાથી સમસ્યા છે તો તેમને મારા વીડિયોના નિર્માતાઓ સાથે પણ સમસ્યા હોવી જોઈએ. તેણે ખૂબ જ નિખાલસતાથી કહ્યું, હું મારી પસંદગીના કપડાં પહેરવા માટે સ્વતંત્ર છું. પબ્લિસિટી સ્ટંટ સાથે તેને કોઈ લેવાદેવા નથી. તે જ સમયે, ઉર્ફી જાવેદને લગતા પ્રશ્ન પર, રિધમે કહ્યું કે તે તેને ઓળખતી નથી. તેણે કહ્યું, આ મારું જીવન છે. હું જેમ છું તેમ રહીશ.
Looks like she has been trying since a long time for this cheap publicity.
Mission accomplished.
Kudos to feminists supporting this public nuisance. What next ? Such attires in school, college, hospital, parks, temples, societies ? pic.twitter.com/lreEoZ5zBQ
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 2, 2023
No she is not @uorfi_pic.twitter.com/PPrQYzgiU2
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) March 31, 2023
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી પોતાની જાતને બેગથી છુપાવતી જોવા મળે છે અને તેના સ્ટેશન પર પહોંચતા જ તે ઉભી થઈને ચાલી જાય છે. જો કે આ વીડિયો ક્યારેનો છે? આ વિશે કોઈ માહિતી નથી, પરંતુ લોકો તેને જોઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આજકાલ લોકો સ્વતંત્રતા, આધુનિકતાના નામે કંઈ પણ કરી રહ્યા છે. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ‘શું પુરૂષો પણ આ છોકરીની જેમ મેટ્રોમાં મુસાફરી કરી શકે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તે ઉર્ફીની નકલ કરી રહી છે.’ આ સિવાય એક વિભાગ એવો પણ હતો જે આ વીડિયો શેર કરનારની સામે એક્શન લેવાની માંગણી શરૂ કરી છે.
DMRCએ કહી આ વાત
આ મુદ્દે DMRCએ મુસાફરોને યોગ્ય કપડાં પહેરવા વિનંતી કરી છે, જેથી કરીને અન્ય મુસાફરોની સંવેદનાઓને ઠેસ ન પહોંચે. જો અમને આ બાબતે ફરિયાદ મળશે તો અમે તેના પર કાર્યવાહી કરી શકીશું. આ સિવાય DMRCએ કહ્યું કે, આ મામલો સામે આવ્યા બાદ મેટ્રોમાં મોનિટરિંગ વધારવામાં આવશે, જો કોઈ આવા કપડા પહેરે છે તો તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…