વાયરલ વીડિયો : સસલા એ ઊંચો કૂદકો મારી પોતાનો જીવ બચાવ્યો, શિકારી પક્ષી પણ રહી ગયુ દંગ

હાલમાં સસલા અને ગરુડનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં સસલા દ્વારા કરવામાં આવેલુ અદ્દભુત પરાક્રમ જોવા મળી રહ્યુ છે.

વાયરલ વીડિયો : સસલા એ ઊંચો કૂદકો મારી પોતાનો જીવ બચાવ્યો, શિકારી પક્ષી પણ રહી ગયુ દંગ
Viral video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 07, 2022 | 5:48 PM

Shocking Video : જંગલનું જીવન ખરેખર જોખમોથી ભરેલુ હોય છે. અહીં દરેક પ્રાણીને પ્રત્યે દિવસ ચિંતા હોય છે, શિકારી પ્રાણીને શિકાર મળશે કે નહીં તેની ચિંતા અને નબળા પ્રાણીઓને શિકાર બની જવાની ચિંતા. જંગલની દુનિયા માનવજાત માટે ચોંકાવનારી અને ડરામણી છે, અહીં દરેક પ્રાણીઓને પોતાના અસ્તિત્ત્વ માટે લડવુ પડે છે. સોશિયલ મીડિયા પર જંગલી પ્રાણીઓ દ્વાર થતા શિકારના એનક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં સસલા અને ગરુડનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં સસલા દ્વારા કરવામાં આવેલુ અદ્દભુત પરાક્રમ જોવા મળી રહ્યુ છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, શિકારી પક્ષી ગરુડ હવાને ચીરીને જમીન તરફ આવે છે. તે એક સસલાને જોઈને તેનો શિકાર કરવા જમીન તરફ આવે છે. પણ સસલા એ એવી ઊંચી છલાંગ લગાવી કે ગરુડ પણ અવાક રહી ગયુ. તે પોતાના પંજાથી સસલાને ઉઠાવીને તેનો શિકાર કરવા માંગતો હતો. પણ સસલાની ચાલાકીને કારણે તેનો દાવ ઊંધો પડે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, શિકારના ડરથી ભાગતા સસલાએ કેવી ઊંચી છંલાગ લગાવી હતી.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર wildtrails.in નામના એક એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ જોરદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સસલા જેવી સ્ફૂર્તિ મને પણ જોઈએ છે. ઘણા યુઝર્સ આ સસલાની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.