
એક અનોખા છતાં હૃદયસ્પર્શી વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. જેમાં એક ભારતીય પરિવારે ગર્ભવતી કૂતરી માટે બેબી શાવરનું આયોજન કર્યું હતું. વાયરલ ક્લિપ ફરી એકવાર હૃદય જીતી રહી છે, જે સાબિત કરે છે કે પાલતુ પ્રાણીઓ ફક્ત “પ્રાણીઓ” નથી, પરંતુ પરિવારના પ્રિય અને અભિન્ન સભ્યો બની ગયા છે.
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @inkofjithin હેન્ડલનો ઉપયોગ કરીને જિતિન નામના યુઝરે શેર કર્યો છે. વાયરલ વીડિયોમાં પરિવાર તેમના પ્રિય ગર્ભવતી કૂતરી માટે બેબી શાવર સેરેમની કોઈપણ ગર્ભવતી મહિલાની જેમ જ ઉત્સાહ અને આદર સાથે કરે છે.
પહેલા, કૂતરીના કપાળ પર હળદરનું તિલક લગાવવામાં આવ્યું. પછી, તેને આકર્ષક પોશાક પહેરાવવામાં આવ્યો. ત્યારબાદ તેને ફૂલો અને નાના ઘરેણાંથી શણગારવામાં આવી. આ બેબી શાવર સેરેમની સામાન્ય રીતે ભારતીય પરિવારોમાં ગર્ભવતી મહિલાને આશીર્વાદ આપવા અને સલામત પ્રસૂતિ માટે પ્રાર્થના કરવા માટે કરવામાં આવે છે.
વીડિયોમાં તમે ગર્ભવતી કૂતરીને સમારંભ દરમ્યાન શાંતિથી બેઠેલી જોશો. જે તેના “પરિવાર” ના સ્નેહ અને પ્રેમનો સંપૂર્ણ આનંદ માણી રહી છે. વીડિયોના અંતે તે કેમેરા માટે એક ક્યુટ પોઝ પણ આપે છે, બિલકુલ “થનારી માતા” ની જેમ.
જિતીને આ વીડિયોને મીઠી કેપ્શન સાથે શેર કર્યો, “હું માતા બનવાની છું.” સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવતાની સાથે જ તે પ્રેમ અને પ્રશંસાથી છલકાઈ ગયો. નેટીઝન્સ પરિવારની તેમના પાલતુ પ્રાણી પ્રત્યેની માયા અને આદરની ખૂબ પ્રશંસા કરે છે.
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.