Viral Video : ” MBA chai wala ” નામથી જાણીતા પ્રફુલ્લ બિલ્લોરે ખરીદી 90 લાખની મર્સિડીઝ કાર, સોશિયલ મીડિયા પર Video શેર કરી વ્યક્ત કરી ખુશી

એમબીએ ચાય વાલા' એક બ્રાન્ડ નેમ બની ગયું છે અને તેની ઘણી ફ્રેન્ચાઇઝીંગ છે. પ્રફુલ્લ બિલ્લોર ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે, કારણ જાણીને તમે પણ ચોંકી જશો.

Viral Video :  MBA chai wala  નામથી જાણીતા પ્રફુલ્લ બિલ્લોરે ખરીદી 90 લાખની મર્સિડીઝ કાર, સોશિયલ મીડિયા પર Video શેર કરી વ્યક્ત કરી ખુશી
MBA chai wala
| Edited By: | Updated on: Feb 17, 2023 | 7:25 AM

સોશિયલ મીડિયા પર પ્રફુલ્લ બિલ્લોર એમબીએ ચાય વાલાના નામથી એક જાણીતી વ્યક્તિત્વ બની ગયો છે. જે તેની પ્રેરણાદાયી જીવનની કથાથી સોશિયલ મીડિયા ફેમસ થયો છે. વર્ષ 2017 માં, પ્રફુલ્લ બિલ્લોર MBA ડ્રોપઆઉટ થયો હતો. ત્યારબાદ તેને અમદાવાદ IIMની સામે પોતાનું ટી સ્ટેન્ડ ખોલવાનું નક્કી કર્યું હતું. તે પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. જ્યારે તેનું સ્ટાર્ટ-અપ સફળ થવા લાગ્યું ત્યારે તે ધીમે ધીમે સફળતાની સીડીઓ ચઢવા લાગ્યો હતો.

આ પણ વાંચો : Viral Video: વરમાળા પહેરાવતી વખતે ફટાકડો ફૂટતા દુલ્હો ડરી ગયો, યુઝર્સે કહ્યું- ક્યા દુલ્હા બનેગા રે તુ?

હવે ‘એમબીએ ચાય વાલા’ એક બ્રાન્ડ નેમ બની ગયું છે અને તેની ઘણી ફ્રેન્ચાઇઝીંગ છે. પ્રફુલ્લ બિલ્લોર ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. કારણ જાણીને તમે પણ ચોંકી જશો. પ્રફુલ્લ બિલ્લોર તાજેતરમાં 90 લાખ રૂપિયાની મર્સિડીઝ કાર ખરીદી છે અને સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કરીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે.

કેક કાપી ઉજવણી કરી

પ્રફુલ્લ બિલ્લોરે ઈન્સ્ટાગ્રામ પર કાર ખરીદતાનો વીડિયો શેર કરીને આ જાણકારી આપી હતી. આ વીડિયોમાં તે તેના પરિવાર સાથે મર્સિડીઝના શોરૂમમાં કાર ખરીદી કરતો અને સેલિબ્રેશન માટે કેક કાપતો જોઈ મળે છે. આ વીડિયો પર એક વાક્ય લખવામાં આવ્યું છે ” hold the vision , trust the process” જે સફળતાના મંત્ર સમાન છે.

 

 

વીડિયો પર યુઝર્સે કોમેન્ટ કરી

ત્રણ દિવસ પહેલા શેર કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં 2.5 મિલિયન વ્યુઝ મળ્યા છે. તેમજ આ વીડિયોને ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સ પણ મળી છે. કોમેન્ટસની વાત કરીએ તો એક યુઝરે લખ્યુ છે કે “ભાઈ, સારું કર્યું, અને કાર ખરીદવા માટે અભિનંદન.” તો અનેક યુઝર્સે તેને નવી કાર ખરીદ માટે અભિનંદન પાઠવ્યા હતાં.