Viral Video : હેલ્મેટ વગર સ્કૂટી ચાલાવવું આ વ્યક્તિને ભારે પડયું, પોલીસે ખવડાવી મમ્મીની કસમ

|

Feb 04, 2023 | 5:35 PM

અકસ્માતોમાં ઘણા લોકો જીવ ગુમાવતા હોય છે. અકસ્માતથી બચવા માટે વર્ષોથી ઘણા સુરક્ષાના નિયમો અને સાધનો બનાવવામાં આવ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ટ્રાફિકના નિયમ અંગેનો બોઢપાઠ મળી રહ્યો છે.

Viral Video : હેલ્મેટ વગર સ્કૂટી ચાલાવવું આ વ્યક્તિને ભારે પડયું, પોલીસે ખવડાવી મમ્મીની કસમ
Viral Video
Image Credit source: twitter

Follow us on

દુનિયાના રસ્તાઓ પર રોજ હજારો વાહનો પસાર થતા હોય છે. આ વાહનોમાં મોટા ટ્રક, બસ, કાર, બાઈક, સ્કૂટી જેવા વાહનો પસાર થતા હોય છે. દુનિયામાં રોજ ઘણા અકસ્માતો પણ થતા હોય છે. આ અકસ્માતોમાં ઘણા લોકો જીવ ગુમાવતા હોય છે. અકસ્માતથી બચવા માટે વર્ષોથી ઘણા સુરક્ષાના નિયમો અને સાધનો બનાવવામાં આવ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ટ્રાફિકના નિયમ અંગેનો બોઢપાઠ મળી રહ્યો છે.

બાઈક અને સ્કૂટી જેવા વાહનો ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનો નિયમ ટ્રાફિક પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા છે. ઘણીવાર ટ્રાફિક પોલીસ આ બાબતની જાગૃતિ માટે અભિયાનો પણ ચલાવતી હોય છે. ઘરના વડીલો પણ હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવાની સલાહ આપતા હોય છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ સ્કૂટી પર હેલ્મેટ વગર જોવા મળી રહ્યો છે. એક પોલીસ અધિકારી તેને હેલ્મેટ વગર પકડે છે અને તેને હાર પહેરાવે છે. ત્યારબાદ પોલીસ અધિકારી તે વ્યક્તિ સાથે જે કરે છે તેને જોઈને સૌ કોઈ દંગ રહી જાય છે. પોલીસ અધિકારી તે વ્યક્તિને એક બેનર બતાવે છે, જેમાં લખ્યું હોય છે કે, હું મારી માતાની કસમ ખાઉં છું કે હેલ્મેટ પહેર્યા વગર ગાડી નહીં ચલાવું. આ બેનર  પોલીસ અધિકારીએ તે વ્યક્તિ પાસે વંચાવે પણ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યું છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : રોટલી આપનાર અમ્મા થઈ બીમાર, વાંદરાએ ભેટીને વરસાવ્યો પ્રેમ અને વ્હાલ

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર અનેક લોકો દ્વારા આ વીડિયોને પસંદ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક યુઝરે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, વાહ… પોલીસના વિચારને સલામ. બીજા એક યુઝરે લખ્યું છે કે, આવું દરેક શહેરમાં થયું જોઈએ. અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ વીડિયો આપણા સૌ માટે બોધપાઠ સમાન છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝરે આપી છે.

Next Article