આ વ્યક્તિએ દેશી જુગાડથી બનાવી ‘અદ્ધશ્ય સીડી’ ! તેની અદભુત ક્રિએટિવિટીના આંનદ મહિન્દ્રા પણ થયા ફેન, જુઓ Viral Video

|

Jul 16, 2022 | 6:37 PM

સોશિયલ મીડિયા પર દેશી જુગાડના અનેક વીડિયો તમે જોયા હશે. હાલમાં આંનદ મહિન્દ્રાએ (Anand Mahindra) આવો જ એક દેશી જુગાડનો વીડિયો શેર કર્યો છે, જે હાલમાં વાયરલ થયો છે.

આ વ્યક્તિએ દેશી જુગાડથી બનાવી અદ્ધશ્ય સીડી ! તેની અદભુત ક્રિએટિવિટીના આંનદ મહિન્દ્રા પણ થયા ફેન, જુઓ Viral Video
invisible ladder Viral Video
Image Credit source: twwiter

Follow us on

130 કરોડની વસ્તી ધરાવતો દેશ ભારત અનેક ટેલેન્ટેડ લોકોથી ભરપૂર છે. તેની સાબિતી તમે સોશિયલ મીડિયા પર જોઈ જ હશે. સિંગિગ, ડાન્સ, સ્ટંટ વગેરેના વીડિયો તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે. તે બધા વચ્ચે ભારતીયોના દેશી જુગાડના (Desi Jugad) વીડિયો પણ ખુબ વાયરલ (Viral Video) થતા હોય છે. લોકો પૈસા બચાવવા અને પોતાનું કામ પૂરુ કરવા અવનવી યુક્તિ અપનાવતા હોય છે. જે સોશિયલ મીડિયા પણ ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે.

આનંદ મહિન્દ્રા એવા વ્યક્તિ છે જે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકાર ફોટો અને વીડિયો શેર કરે છે, જેમાંથી કેટલાક ખૂબ જ ફની હોય છે અને કેટલાક થોડા ઈમોશનલ પણ હોય છે. આનંદ મહિન્દ્રા ક્યારેક જુગાડની બનેલી વસ્તુઓના વીડિયો પણ શેર કરે છે. તેમની આવી આજની એક પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર છવાયેલી છે, જેમાં એક વ્યક્તિએ એવી અદભૂત ક્રિએટિવિટી બતાવી છે કે આનંદ મહિન્દ્રા પણ તેમના ફેન બની ગયા છે.

આ પણ વાંચો

આ વ્યક્તિએ છત પર જવા માટે એક અદૃશ્ય સીડી બનાવી છે. જોતાં જ તમને ખબર પણ નહીં પડે કે તે એક સીડી છે, કારણ કે વ્યક્તિએ પોતાની ક્રિએટિવિટીથી દિવાલમાં લોખંડની સીડી ચોંટાડી દીધી છે, જે જરૂરિયાત મુજબ ખુલે છે અને માણસ સરળતાથી તેના પર ચડીને છત સુધી જઈ શકે છે. અને જ્યારે જરૂર ન હોય ત્યારે તેને ફોલ્ડ કરી કરી શકે છે.

આંનદ મહિન્દ્રાએ શેર કર્યો આ વીડિયો

 

આનંદ મહિન્દ્રાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ અદભુત ક્રિએટિવિટીવાળો વીડિયો શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘અસાધારણ. ખૂબ સરળ પણ સર્જનાત્મક’. આ વીડિયો ક્યાનો છે એ હાલમાં જાણી શકાયુ નથી. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોએ જોયો છે. 20 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાકે તેને ‘સ્પેસ સેવર લેડર’ એટલે કે જગ્યા બચાવતી સીડી તરીકે વર્ણવ્યું છે. એક યુઝરે લખ્યું છે કે ‘તે એક કારીગરની કળા જેવું લાગે છે, જેની પાસે કદાચ મોટી ડિગ્રી ન હોય’.

Next Article