Viral Video : ગણતરીની સેકન્ડમાં બચાવ્યો દર્દીનો જીવ, લોકોએ ડોક્ટરને ગણાવ્યા “રિયલ હીરો”

સોશિયલ મીડિયામાં આ ડૉક્ટરને 'રીયલ હીરો કહેવામાં આવી રહ્યા છે' એવી કોમેંટ કરીને તેના વખાણ કરી રહ્યા છે.

Viral Video : ગણતરીની સેકન્ડમાં બચાવ્યો દર્દીનો જીવ, લોકોએ ડોક્ટરને ગણાવ્યા રિયલ હીરો
Viral Video (File Image )
| Edited By: | Updated on: Sep 06, 2022 | 12:55 PM

ડૉક્ટરોને(Doctor ) દેવદૂત કહેવામાં આવે છે. આ વાક્યને સાબિત કરતો એક વીડિયો(Video ) હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં ડૉક્ટરની સામે એક દર્દી બેસેલો જોઈ શકાય છે. તે ડૉક્ટર પાસે સારવાર માટે આવ્યો હશે. પરંતુ ડોક્ટર સાથે વાત કરતા હતા ત્યારે અચાનક આ દર્દીને હાર્ટ એટેક આવે છે. આ જોઈને તબીબ તુરંત ઉઠી જાય છે અને યોગ્ય સારવાર આપીને ગણતરીની સેકન્ડોમાં દર્દીનો જીવ બચાવી લે છે. સોશિયલ મીડિયામાં આ ડૉક્ટરને ‘રીયલ હીરો કહેવામાં આવી રહ્યા છે’ એવી કોમેંટ કરીને તેના વખાણ કરી રહ્યા છે.

જુઓ વિડીયો :

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દર્દી ડૉક્ટરની સામે ખુરશી પર બેઠો છે. ત્યારબાદ દર્દીને હાર્ટ એટેક આવે છે. તેની હાલત જોઈને તબીબ ખુરશી પરથી ઉભા થઇ ગયા અને તેની છાતી પર ધક્કો મારીને સીપીઆર આપે છે. પરિણામે, થોડા ધબકારા પછી, દર્દી ફરીથી હોશમાં આવ્યો અને તેનો જીવ બચી જાય છે. આ ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અને હવે આ વીડિયો દરેક જગ્યાએ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો મહારાષ્ટ્રના કોલ્હાપુરનો હોવાનું જાણવા મળ્યું છે.