Viral: સ્કૂટી પર સ્ટંટ કરવા જતાં યુવતીની થઈ હાલત ખરાબ, લોકો બોલ્યા પાપાની પરીએ ભારે કરી

ઈન્ટરનેટની દુનિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા Willy Stunt બતાવવાની કોશિશ કરે છે, પરંતુ તેની સાથે કંઈક એવું થાય છે, જેને જોઈને બધા હસી પડે છે.

Viral: સ્કૂટી પર સ્ટંટ કરવા જતાં યુવતીની થઈ હાલત ખરાબ, લોકો બોલ્યા પાપાની પરીએ ભારે કરી
women doing stunt on scooty (Viral Video Image)
| Edited By: | Updated on: Jan 20, 2022 | 6:59 AM

સોશિયલ મીડિયા (Social Media) પર મનોરંજનના ઘણા સ્ત્રોત છે. જો તમને કંટાળો આવતો હોય તો બધી સાઇટ્સ પર જાઓ અને મનોરંજન મેળવો. વિશ્વાસ કરો, ઇન્ટરનેટની દુનિયામાં ઘણું બધું છે કે તમારો સમય સરળતાથી ટાઈમપાસ થઈ જશે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેને જોઈને તમને સમજાશે નહીં કે આવા ખતરનાક સ્ટંટ અજમાવી રહેલા વ્યક્તિ માટે હસવું કે દયા કરવી.

આપણે બધા જાણીએ છીએ કે સ્ટંટીંગ એ બાળકોની રમત નથી. કોઈપણ પ્રકારનો સ્ટંટ કરવા માટે ઘણી પ્રેક્ટિસની જરૂર પડે છે, પછી તેમાં ક્યાંક ને ક્યાંક તમે એમાં કળામાં નિપુણતા મેળવી શકો છો, પરંતુ જો સહેજ પણ ભૂલ થઈ જાય તો એ સ્ટંટ નિષ્ફળ જવાની સાથે નુકસાન પણ ચોક્કસ છે. હવે આ વીડિયો જ જુઓ જેમાં બે મહિલાઓ સ્ટંટ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ પછી તેમની સાથે કંઈક એવું થાય છે કે આખો ખેલ બગડી જાય છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે છોકરીઓ કેમેરાની સામે સ્ટંટ કરવા માટે તેમની સ્કૂટી પર તૈયાર ઊભી છે, કેમેરામેન જાઓ કહે છે કે તરત જ છોકરીઓ તેમની સ્કૂટી સ્ટાર્ટ કરે છે. પરંતુ તેમાંથી એકનું સંતુલન ખોરવાય છે અને તે જમીન પર પડી જાય છે.

જેણે પણ આ વીડિયો જોયો તે હસીને લોટ પોટ થયા ગયા છે. સૌથી પહેલા તો લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ભાઈ એક વ્હીલ પર સ્કૂટી ચલાવવાની શું જરૂર હતી. ઘણા લોકોએ આવા ખતરનાક સ્ટંટ કરવા માટે મહિલાઓને ઠપકો પણ આપ્યો છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે આવું કરીને તમે તમારો પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છો તો કેટલાકે કહ્યું છે કે પ્રોફેશનલ લોકો આવા કામો કરે તો સારું.

જાણકારી માટે જણાવી દઈએ કે, આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર bboyz.sbk નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 100થી વધુ લોકોએ શેર કર્યો છે. આ વીડિયોને 76 હજાર લોકોએ જોયો છે.

આ પણ વાંચો: Viral: દુનિયાનો સૌથી અનોખો જૂગાડ, શખ્સે સાઈકલ સાથે કંઈક એવું કર્યું કે બની ગયો વિશ્વ રેકોર્ડ

આ પણ વાંચો: Viral: આરામથી બેઠા હતાને ધડામ દઈ માથે પડ્યો પંખો, વીડિયો જોઈ તમે પણ રૂમના પંખા સામે જોતા થઈ જશો