Viral: ડોગીમાં પણ સ્વાદનાં ભારે નખરા ! માલિકે ચટણી વગર Momo આપ્યા તો કરી દીધો ઈન્કાર, લોકોએ કીધુ ભારે નખરા

|

Jan 19, 2022 | 1:59 PM

કૂતરા સંબંધિત આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. જેમાં મોમોસ ખાતી વખતે કૂતરો તેના માલિકની સામે એવા નખરા બતાવે છે, જેને જોઈને તમે પણ કહેશો- બહુ સુંદર. આ વીડિયોને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Viral: ડોગીમાં પણ સ્વાદનાં ભારે નખરા ! માલિકે ચટણી વગર  Momo  આપ્યા તો કરી દીધો ઈન્કાર, લોકોએ કીધુ ભારે નખરા
Dog Funny Viral Video (Viral Video Image)

Follow us on

આપણે બધા જાણીએ છીએ કે કૂતરો સૌથી બુદ્ધિશાળી પ્રાણીઓમાંનો એક છે. તે માણસો સાથે ખૂબ જ ઝડપથી ભળી જાય છે. ત્યારે જો કૂતરો કોઈને ઓળખે છે, તો તે તેને જીવનભર ભૂલી શકતો નથી. આ એક એવું પ્રાણી છે, જે કંઈપણ ખૂબ જ ઝડપથી અને સરળતાથી શીખી લે છે. કદાચ આ જ કારણ છે કે તમે મોટાભાગના ઘરોમાં કૂતરા(Dog Videos)ને પાલતુ પ્રાણી તરીકે જોશો. કૂતરા સાથે જોડાયેલા ફની વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર વારંવાર વાયરલ થતા રહે છે.

આમાંથી કેટલાક ખૂબ જ ફની છે તો કેટલાક વીડિયો જોઈને આશ્ચર્યચકિત પણ થઈ જાય છે. હાલમાં એક કૂતરાને લગતો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચામાં છે. જેમાં મોમોસ ખાતી વખતે કૂતરો તેના માલિકની સામે આવા નખરા બતાવે છે, જેને જોઈને તમે પણ કહેશો- So Cute.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ ચટણી સાથે મોમોની મજા લેતો જોવા મળી રહ્યો છે. ત્યારે તેનો પાલતુ કૂતરો પણ તેની પાસે બેઠો છે. તમે જોઈ શકો છો કે કૂતરો પણ મોમોઝ ખાવાની ઈચ્છા વ્યક્ત કરે છે. જેના પર તેનો માલિક તેને ખાવા માટે મોમો આપે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પણ આ શું છે? ડોગી મોમો ખાવાને બદલે નખરા બતાવવાનું શરૂ કરે છે. તેના હાવભાવ જોઈને તમને લાગશે કે આ કૂતરો ચટણી વગર મોમો ખાવા તૈયાર નથી. આખરે માલિકે મોમોઝને ચટણીમાં ડુબાડીને તેને આપવા પડે છે. આ ક્યૂટ વીડિયો જોયા પછી તમારા ચહેરા પર પણ ચોક્કસ સ્મિત આવશે.

કૂતરાનો આ ખૂબ જ ફની વીડિયો ડબલ્યુ નામના યુઝરે ફેસબુક પર શેર કર્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘લો હવે આ પણ નખરા બતાવવાનું શરૂ કરી દીધું.’ ત્યારે સેંકડો યુઝર્સે વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે. આ વીડિયો જોયા બાદ કોઈએ કૂતરાની બુદ્ધિમત્તાના વખાણ કર્યા છે તો કોઈએ કૂતરાને જંક ફૂડ ખવડાવવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. એકંદરે, યુઝર્સ આ વીડિયોને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Viral: ખુબ બટર નાખી બનાવી Butter Tea, વીડિયો જોઈ ટી લવર બોલ્યા આ સહન નહીં થાય

આ પણ વાંચો: Viral: દુનિયાનો સૌથી અનોખો જૂગાડ, શખ્સે સાઈકલ સાથે કંઈક એવું કર્યું કે બની ગયો વિશ્વ રેકોર્ડ

Next Article