Viral Video : કાકાએ બાઈક પર કર્યા તોફાની સ્ટંટ, વીડિયો જોઈ લોકો થયા દંગ

તમે કોઈ વૃધ્ધ વ્યક્તિને બાઈક ચલાવતા ભાગ્યે જ જોયા હશે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. જેમાં એક કાકા બાઈકને ચલાવવાની સાથે સાથે તેના પર સ્ટંટ પણ કરી રહ્યા છે.

Viral Video : કાકાએ બાઈક પર કર્યા તોફાની સ્ટંટ, વીડિયો જોઈ લોકો થયા દંગ
Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Sep 13, 2022 | 6:35 PM

Shocking Video : દુનિયામાં દરેક પુરુષને પોતાની યુવા અવસ્થામાં બાઈક પ્રત્યે પ્રેમ જાગ્યો જ હોય છે. કેટલાક લોકો તો પોતાની કિશોર અવસ્થાથી જ બાઈક ખરીદવા માટે પૈસા જમા કરતા હોય છે. તમારામાંથી પણ ઘણા લોકોએ પોતાની યુવા અવસ્થામાં ઘણી બાઈક ચલાવી હશે. લોકોને અલગ અલગ કંપની કે બ્રાંડની બાઈક ચલાવવાનો ઘણો શોખ હોય છે. તમે તમારી આસપાસ પણ આવી બાઈકના શોખીન લોકોને જોયા જ હશે. પણ તમે કોઈ વૃધ્ધ વ્યક્તિને બાઈક ચલાવતા ભાગ્યે જ જોયા હશે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. જેમાં એક કાકા બાઈકને ચલાવવાની સાથે સાથે તેના પર સ્ટંટ પણ કરી રહ્યા છે.

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં 2 સમયના અલગ અલગ વીડિયો જોવા મળી રહ્યા છે. આ વીડિયોનું મુખ્ય કેન્દ્ર એક કાકા છે. વીડિયોના પહેલા ભાગમાં જોઈ શકાય છે કે એક કાકા નાના બાળકો વચ્ચે એક આધુનિક બાઈક પર જોરદાર સ્ટંટ કરી રહ્યા છે. તેમના માથા પર ત્યારે ઓછા વાળ હોય છે અને તે સમયે તેઓ બાઈકને જમીન સાથે અડાવીને ગોળ ગોળ ફેરવી રહ્યા છે.

વીડિયોના બીજા ભાગમાં તે કાકા કઈક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. તેમના વાળ સફેદ છે પણ આજના યુવાનોની જેમ સ્ટાઈલીશ છે. તેમની જોરદાર દાઢી પણ જોવા મળે છે. વીડિયોના આ બીજા ભાગમાં તેઓ ખુલ્લા રસ્તા પર બાઈક પર ઉભા રહી સ્ટંટ કરતા જોવા મળે છે. આ વીડિયોએ સૌનું દિલ જીતી લીધું છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

કાકાના સ્ટંટનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર faraz.stunt.rider નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને લાખો વ્યૂઝ અને લાઈક મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, વાહ કાકા વાહ…ઉંમર જેટલી પણ હોય તમારી શક્તિ તો યુવાનો જેવી જ છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ કાકા સામે તો યુવાનોને પણ શરમમાં મુકી દીધા. આવા સ્ટંટ તો યુવાનો પણ નહીં કરી શકે.