Video : યુવકે ચાલતી ટ્રેનમાં કર્યા ખતરનાક સ્ટંટ , વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો !

તાજેતરમાં એક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક ચાલતી ટ્રેનમાં સ્ટંટ કરતો જોવા મળે છે. આ વીડિયો જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video : યુવકે ચાલતી ટ્રેનમાં કર્યા ખતરનાક સ્ટંટ , વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો !
Stunt Video Viral on Social media
| Edited By: | Updated on: Sep 18, 2021 | 1:38 PM

Viral Video : આજના યુવાનો ઈન્ટરનેટ પર છવાઈ જવા માટે જાત જાતની તરકીબ અપનાવતા જોવા મળે છે. આજકાલ યુવાનોમાં સ્ટંટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં ઘણી વખત યુવાનો કેટલાક ખતરનાક સ્ટંટ (Dangerous Stunt) કરીને પોતાનો જીવ જોખમમાં મુકતા જોવા મળે છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવાનના ખતરનાક સ્ટંટ જોઈને તમને પણ આશ્વર્ય થશે.

ટ્રેનમાં બેસેલા મુસાફરોના પણ શ્વાસ અધ્ધર થઈ ગયા 

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે માણસો સ્ટંટ કરતી વખતે ટ્રેનના દરવાજા (Train Door) પર લટકે છે અને પછી પગ લટકાવીને સ્કીટ કરે છે. જ્યારે અન્ય એક યુવકે ચાલતી ટ્રેનમાંથી ઇલેક્ટ્રિક થાંભલા પર તેનો હાથ રાખીને સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. આ જોઈને ટ્રેનમાં બેસેલા મુસાફરોના (Traveler) પણ શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ આ યુવાનોને મોતનો ડર જ ન હોય તેવું લાગી રહ્યુ છે.

જુઓ વીડિયો

 

ખતરનાક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @InculoCazz નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને (Viral Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, ભાઈ જીવન એક વાર જ મળે છે, જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, “યુવકોને મોતનો ડર જ નથી કે શું ?” જ્યારે અન્ય યુઝર્સ પણ આ યુવકોને સલાહ આપતા જોવા મળ્યા હતા.

લોકોએ આપી કંઈક આવી પ્રતિક્રિયા

 

આ પણ વાંચો: Video : કૂતરા અને કબૂતરની મસ્તીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, જોઈને તમે પણ કહેશો ‘યે હોતી હૈ સચ્ચી દોસ્તી’

આ પણ વાંચો:  પોતાના પાલતું શ્વાનના વાળમાંથી આ મહિલાએ બનાવડાવ્યુ સ્કાફ, અજીબો ગરીબ કામ પાછળ તેણે ખર્ચ્યા આટલા રૂપિયા