Viral Video : જીવના જોખમે ખતરનાક બ્રિજ ક્રોસ કરી રહી છે મહિલાઓ, જોઈને તમે પણ દંગ રહી જશો

તમે અલગ-અલગ પ્રકારના પુલ તો જોયા જ હશે, પણ આવો જુગાડુ પુલ નહિ જોયો હોય. જો કે નવાઈની વાત તો એ છે કે આ પુલ પરથી અહીંની મહિલાઓ દરરોજ અવરજવર કરી રહી છે. ત્યારે આ વીડિયો શોસિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : જીવના જોખમે ખતરનાક બ્રિજ ક્રોસ કરી રહી છે મહિલાઓ, જોઈને તમે પણ દંગ રહી જશો
Viral video of women risking their lives to cross a dangerous bridge
| Edited By: | Updated on: Mar 20, 2023 | 1:09 PM

ક્યારેક એન્જિનિયરિંગની એવી ગજબની કરામતો જોવા મળે છે કે જે જોઈને લોકો દંગ રહી જાય છે. તમને ખબર જ હશે કે બ્રિટિશ કાળમાં બનેલા ઘણા પુલ આજે પણ પહેલા જેવા જ ઉભા છે, જ્યારે ઘણા પુલ ખરાબ રીતે ધ્વસ્ત થઈ જતા હોય છે. એ એન્જિનિયરિંગની અજાયબી છે કે સેંકડો વર્ષો સુધી પુલ ઊભા રહે છે અને લોકો માટે અવરજવરનું સાધન બને છે.

જોકે હજુ પણ ઘણી જગ્યાએ કોંક્રીટના પુલ ન હોવાથી ત્યાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજકાલ આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.

આવો પુલ તમે નહીં જોયો હોય!

વાસ્તવમાં કેટલીક મહિલાઓ ઝાડ ઉપર ચડીને પુલ પાર કરતી જોવા મળી રહી છે, કારણ કે નીચે નદી વહી રહી છે, પરંતુ બીજી તરફ જવા માટે કોંક્રીટનો પુલ નથી. આવી સ્થિતિમાં જીવના જોખમે તેઓને જુગાડથી બનેલ પુલને પાર કરવાની ફરજ પડે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે મહિલાઓ પહેલા ઝાડની ટોચ પર ચઢે છે અને પછી ધીમે ધીમે આગળ વધીને લાકડાના પુલને પાર કરીને બીજી તરફ જવાનો પ્રયાસ કરે છે.

https://twitter.com/HasnaZarooriHai/status/1635885100058439680?s=20

જો તે પડી હોત તો તે તેના માટે ખતરનાક સાબિત થયુ હોત, પરંતુ કદાચ તે તેનું રોજનું કામ હશે, તેથી જ તે ડર્યા વગર આરામથી બીજી તરફ જતી જોવા મળી રહી છે, પણ અહીં તે મહીલાઓની જગ્યાએ કોઈ અજાણી વ્યક્તિ હોત તો પુલ પર ચડતા પહેલા જ તેની હાલત ખરાબ થઈ ગઈ હોત.

ખતરનાક પુલ ક્રોસ કરી રહેલ મહિલાઓનો વીડિયો વાયરલ

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @HasnaZarooriHai નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘કભી એસા ફ્લાયઓવર બ્રિજ દેખા હૈ’. બે મિનિટ 18 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 18 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ ફની પ્રતિક્રિયાઓ પણ આપી છે.

એક યુઝરે લખ્યું છે કે, ‘આ ફક્ત ભારતમાં જ થઈ શકે છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘ભગવાનની લીલા પણ અનોખી છે. ત્યાંની સરકારને શરમ આવવી જોઈએ’, જ્યારે એક યુઝરે લખ્યું છે કે ‘નવા ભારતમાં એક પુલ અહીં પણ જોઈએ’.