આ પાંદડાઓને સ્પર્શ કરવાથી તમારા શરીર પર બની જશે સુંદર ટેટૂ, Viral Video જોઈ લોકો બોલ્યા- આ તો જાદુ છે

Viral Video : હાલમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક છોડના પાંદડાઓની મદદથી હાથ પર ટેટૂ બનાવતો જોવા મળી રહ્યો છે.

આ પાંદડાઓને સ્પર્શ કરવાથી તમારા શરીર પર બની જશે સુંદર ટેટૂ, Viral Video જોઈ લોકો બોલ્યા- આ તો જાદુ છે
Viral Video
Image Credit source: twwiter
| Edited By: | Updated on: Jun 19, 2022 | 6:41 PM

આપણી દુનિયા અનેક રહસ્યોથી ભરપૂર છે. દુનિયામાં એવી ઘણી ચોંકાવનારી બાબતો છે જેના વિશે જાણતા જ લોકો દંગ રહી જાય છે. મનુષ્યોથી લઈને પ્રાણીઓ અને વનસ્પતિઓ સુધી દરેક જીવમાં અનેક વિચિત્ર ખાસિયતો હોય છે. જેમ જેમ આ રહસ્યો દુનિયાની સામે આવે છે તેમ તેમ લોકોને આવા અનેક રહસ્યો જાણવાની ઈચ્છા જાગે છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિચિત્ર છોડનો વીડિયો વાયરલ (Viral video) થયો છે, તેના પાંદડાને સ્પર્શ કરવાથી માનવ શરીર પર સુંદર ટેટૂ (Leaf Create tattoo design) બને છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા પર લોકો દંગ રહી ગયા અને કહેવા લાગ્યા – ‘આ તો જાદુ છે’

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કોઈ બીજાના હાથ પર એક છોડનું પાંદડુ દબાવે છે અને તેના હાથ પર તે પાંદડા જેવી ડિઝાઈન બને છે. જો તમે આ પાંદડાઓને નજીકથી જોશો તો તમે સમજી શકશો કે આ તે જ પાંદડા છે જે ન્યુઝીલેન્ડના રાષ્ટ્રીય ધ્વજમાં જોવા મળે છે. આ વીડિયો જોઈ લોકોને ખુબ આશ્વર્ય થયુ.

વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયોને ટ્વિટર પર @TansuYegen નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હમણા સુધી 8.4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ કોમેન્ટ દ્વારા પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો ખરેખર લોકોને અચરજ પમાડે એવો છે.

આ વીડિયોમાં જે છોડ દેખાઈ રહ્યો છે તે ન્યુઝીલેન્ડ સિલ્વર ફર્ન ટ્રી છે, જે ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પ્રતીક છે. તેને સિલ્વર ફર્ન પણ કહેવામાં આવે છે કારણ કે તેનો નીચેનો ભાગ સિલ્વર રંગનો છે અને જો તમે તેને તમારા હાથથી સખત દબાવશો તો તમારા હાથ પર તેની છાપ જોવા મળશે.

લોકોની પ્રતિક્રિયા

 

 

 

Follow Us