ના હોય… ઊંચી બિલ્ડિંગમાં વાયર વચ્ચે સ્કૂટી લટકતી જોવા મળી – જુઓ Video

સોશિયલ મીડિયા પર રોજબરોજ અજબ ગજબ વીડિયો વાયરલ થાય છે. એવામાં હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે કે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થયા છે.

ના હોય... ઊંચી બિલ્ડિંગમાં વાયર વચ્ચે સ્કૂટી લટકતી જોવા મળી - જુઓ Video
| Updated on: Jul 16, 2025 | 9:02 PM

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને લોકો હક્કા બક્કા થઈ ગયા છે. આ વીડિયોમાં એક સ્કૂટી એવી જગ્યાએ ફસાઈ ગઈ છે કે જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય.

આ વીડિયો ઇન્ટરનેટ વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચામાં પણ આવી ગયો છે. લોકો સમજી શકતા નથી કે સ્કૂટી આવી જગ્યાએ કેવી રીતે જઈ શકે છે? વાયરલ વીડિયોમાં તમને કોઈ શહેરની એક પોળ દેખાતી હશે. વીડિયોમાં એક વ્યક્તિ તે જગ્યાની જાણકારી આપતો પણ જોવા મળી રહ્યો છે.

ક્યાં ફસાઈ સ્કૂટી?

આ દરમિયાન તે તેના ફોનના કેમેરામાં એક સ્કૂટી બતાવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્કૂટી કોઈ નદી-નાળામાં નહીં પરંતુ ઊંચી બિલ્ડિંગના વાયરમાં જઈને ફસાઈ ગઈ છે.


વીડિયો જોયા પછી લોકો ચોંકી ગયા છે અને તેઓ અસમંજસમાં છે કે સ્કૂટી આટલી ઊંચાઈ પર કેવી રીતે પહોંચી અને એમાંય ઊંચી બિલ્ડિંગ પર વાયરમાં કેવી રીતે ફસાઈ?

આ વીડિયો @gharkekalesh નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે, સ્કૂટી ઊંચી બિલ્ડિંગની બાલ્કનીની બાજુમાં ઇલેક્ટ્રિક વાયરમાં ફસાઈ ગઈ છે.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.