Viral Video : પતિએ પત્નીને પરેશાન કરી, તો પુત્રએ ચૂકવવી પડી કિંમત, જુઓ આ મજેદાર Video

તાજેતરમાં પતિ -પત્ની અને તેમના પુત્રનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં પિતાની ભુલની સજા પુત્રએ ભોગવવી પડે છે.

Viral Video : પતિએ પત્નીને પરેશાન કરી, તો પુત્રએ ચૂકવવી પડી કિંમત, જુઓ આ મજેદાર Video
viral video
| Edited By: | Updated on: Aug 15, 2021 | 11:24 AM

Viral Video :  સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વિડીયો વાયરલ (Viral Video)થાય છે. તેમાં કેટલાક વિડીયો તમને રડાવે છે, જ્યારે કેટલાક વિડીયો જોઈને તમે તમારા હાસ્યને રોકી શકતા નથી.

સામાન્ય રીતે દરેક વ્યક્તિને પોતાની ભૂલ માટે સજા મળે છે, પરંતુ કેટલીકવાર કેટલાક લોકોને અન્યાય થાય છે અને કેટલાક લોકોએ નિર્દોષ હોવા છતાં, બીજાની ભૂલ માટે સજા ભોગવવાનો વારો આવ્યો છે. આવો જ કંઈક એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે,જેમાં પિતાની સજા પુત્રએ ભોગવવી પડી છે.

તમે બધાએ તે કહેવત સાંભળી હશે કે ‘કરે કોઈ ભરે કોઈ’. આપણા બાળપણમાં બધાએ ઘણી વાર આપણી ભૂલો માટે ભાઈ-બહેનોને ફસાવ્યા હશે. ઘણી વખત જ્યારે માતાપિતા પોતે જ મૂંઝવણમાં આવે છે અને એક બાળકની ભૂલ માટે બીજાને સજા આપે છે. પરંતુ શું તમે ક્યારેય પિતાની ભુલ માટે દિકરાને સજા ભોગવતા જોયો છે? જી હા, વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, એક પુત્રએ પોતાના પિતાની ભૂલ માટે સજા ભોગવી છે. આ વીડિયોમાં(Video)  આપણે જોઈ શકીએ છીએ કે એક મહિલા રસોડાની સફાઈ કરી રહી છે, જ્યારે તેનો પતિ ત્યાં આવે છે અને સ્લેબ (Slab) પર કેચઅપ છોડીને ભાગી જાય છે.

 

પિતાની સજા મળી પુત્રને

વિડીયોમાં જોવા મળે છે કે, પિતા તેના પુત્રને કેચઅપ આપતા જોવા મળે છે. દીકરો પણ ફોન ચલાવવામાં એટલો વ્યસ્ત છે કે તેને ખબર પણ નથી પડતી કે ત્યાં શું થયું. સ્ત્રી તેના પુત્રના હાથમાં બોટલ જોઈને તેને મારવાનું શરૂ કરે છે. મહિલાને લાગે છે કે, દીકરાએ તેની મહેનત બગાડી છે અને તેને મારીને ઘરની બહાર કાઢી મુકે છે. પિતાની ભુલને કારણે પુત્ર પણ સ્તબ્ધ થઈ જાય છે.

આ વીડિયોને હેપગુલ 5 નામના એકાઉન્ટ પરથી ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરવામાં આવ્યો છે. લોકો આ ફની વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો પિતાની શેતાનીને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ (Reply) પણ આપી રહ્યા છે. આ વિડીયો જોઈને તમે હસવાનું  રોકી શકશો નહિ.

 

આ પણ વાંચો: Independence Day : 12 વર્ષીય તારાએ ઈરાની સંતૂર પર વગાડ્યું ભારતીય રાષ્ટ્રગાન, Video જોઈને તમે પણ થઈ જશો બાળકીના ફેન્સ

આ પણ વાંચો: Independence Day 2021 : 75 માં સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિના રંગોમાં રંગાઈ સોશિયલ મીડિયાની દુનિયા, જુઓ ટ્વિટર પર લોકોની પ્રતિક્રિયા