Viral: ચિપ્સ ચોરવા વાંદરાએ લીધી કૂતરાની મદદ, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘ આ દોસ્તીને દિલથી સલામ’

|

Dec 21, 2021 | 11:04 AM

વાનર અને કૂતરાની અનોખી મિત્રતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વાંદરો તેના મિત્ર ડોગીની મદદથી પાનની દુકાનમાંથી ચિપ્સ ચોરતો જોવા મળે છે.

Viral: ચિપ્સ ચોરવા વાંદરાએ લીધી કૂતરાની મદદ, વીડિયો જોઈ લોકોએ કહ્યું  આ દોસ્તીને દિલથી સલામ
Viral video of monkey

Follow us on

હાલ વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચે જબરદસ્ત લડાઈ ચાલી હતી. આ અંગે ટ્વિટર (Twitter)પર #MonkeyVsDog જોરદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. વાંદરા અને કૂતરા વચ્ચેના આ ગેંગ વોર પછી લોકો ટ્વિટર પર ફની મીમ્સ શેર કરી રહ્યા છે. આના પર ઘણા લોકો ફની (Funny Viral Videos)રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

પરંતુ આ બધાની વચ્ચે વાંદરો અને કૂતરા (Dog Viral Videos)નો એક ફની વીડિયો (Dog Funny Videos) લોકોમાં ચર્ચાનો વિષય છે, જેને જોઈને તમે પણ ખૂબ હસવા લાગશો.

SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો
શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો
70ની ઉંમરમાં રેખા ફરી બની ઉમરાવ જાન ! ચહેરાનો નૂર જોઈ દિવાના થયા લોકો
29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ
આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!
'સિકંદર'નો વિલન સલમાન ખાન કરતાં વધુ ભણેલો છે, જાણો

મિત્રતા ક્યારેય રંગ, રૂપ, દેખાવ કે જાતિ જોઈને નથી થતી. બસ થઈ જાય છે. કદાચ એટલે જ આ સંબંધને વિશેષ ગણાવ્યો છે. જે પ્રેમ અને વિશ્વાસના પાયા પર આધારિત છે. તમે મિત્રતાની આવી ઘણી વાતો સાંભળી હશે. તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કૂતરો અને તેનો મિત્ર વાંદરો (Monkey Funny Viral Video) મળીને દુકાનમાં ચોરી કરી રહ્યા છે.

વાયરલ (Viral Videos)થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાનર તેના મિત્ર કૂતરાની પીઠ પર બેઠો છે અને કૂતરો તેને પાનના ગલ્લા પર લઈ જાય છે. જ્યાં પહોંચ્યા પછી બંને ચિપ્સ ચોરવાનો પ્લાન બનાવે છે. જેના માટે વાંદરો કૂતરાની પીઠ પર ઉભા રહીને ચિપ્સ લેવાની કોશિશ કરે છે પરંતુ તે પહેલીવાર સફળ થતો નથી, ત્યારે બાદ તે એવી પ્રતિક્રિયા આપે છે કે જાણે તેણે કશું જ કર્યું નથી! ત્યાં હાજર કોઈએ આ વીડિયો કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ફની વીડિયોને naughty.raa નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી 10 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. મોટાભાગના યુઝર્સ આ વીડિયો પર લવ અને ફાયર ઈમોજી રિએક્શન મોકલી રહ્યા છે. ત્યારે ઘણા યુઝર્સ આ મિત્રતાને ખૂબ જ પ્રેમાળ મિત્રતા કહી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘આ બંનેની મિત્રતા જોઈને મને મારો બાળપણનો મિત્ર યાદ આવી ગયો.’ જ્યારે અન્યએ લખ્યું, ‘આ મિત્રતાને મારા હૃદયથી સલામ છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વીડિયોનું કેપ્શન partner in crime હોવું જોઈએ.

આ પણ વાંચો: Panjab: અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા વિરૂદ્ધ FIR, SAD એ સિધ્ધુ અને CM ચન્ની પર લગાવ્યો આક્ષેપ

આ પણ વાંચો: Technology: 3 પ્રકારથી કરો તમારા આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક, જાણો સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન પ્રોસેસ