Video : પતિએ એવી મજાક કરી કે પત્નીનો ગુસ્સો સાત આસમાને, પછી પત્નીએ જે કર્યુ તે જોઈને તમે પણ ચોંકી જશો !

આજકાલ સોશિયલ મીડિયા પર એક રમુજી વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ તેની પત્ની સાથે જે રીતે પ્રેન્ક કરે છે. તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

Video : પતિએ એવી મજાક કરી કે પત્નીનો ગુસ્સો સાત આસમાને, પછી પત્નીએ જે કર્યુ તે જોઈને તમે પણ ચોંકી જશો !
Prank Video Viral on Social Media
| Edited By: | Updated on: Oct 07, 2021 | 2:27 PM

Viral Video : સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક પ્રેન્ક વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક પ્રેન્ક વીડિયો (Prank Video) જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ તેની પત્ની સાથે જે રીતે પ્રેન્ક કરે છે, તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

પતિએ પત્ની સાથે ગજબની મજાક કરી

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, એક વ્યક્તિ તેની પત્નીને પરેશાન કરવા માટે હેર બ્રશની (Hair Brush) અંદર સોસ નાખે છે. જ્યારે પત્ની આ હેર બ્રશનો યુઝ કરે છે, ત્યારે તેના બધા વાળ બગડી જાય છે. જેને કારણે તે ખુબ ગુસ્સે થઈને બુમો પાડતી જોવા મળે છે. આ વીડિયો જોઈને યુઝર્સને (Users) ખુબ હસવુ આવી રહ્યુ છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈનસ્ટાગ્રામ પર nicocapone.comedy નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આવી મજાક પહેલી વાર જોઈ… જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, પત્નીનો ગુસ્સો જોઈને લાગે છે, તેણે ખરેખરનો બદલો લીધો હશે. જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral Video: જેમના માટે જીવનભર ગાડી ચલાવી તેમણે નિવૃત્તિના સમયે આપી એવી વિદાઇ, જોઇને ભાવુક થયા સૌ કોઇ

આ પણ વાંચો :  Rave Party: શું હોય છે રેવ પાર્ટી જેમાં શાહરુખનો પુત્ર પકડાયો ? કેવો હોય છે અંદરનો માહોલ ?