બે આખલાએ રસ્તા વચ્ચે કરી જોરદાર લડાઈ, આસપાસની દુકાનોને કરી વેરવિખેર, જુઓ આ Viral Video

|

Mar 22, 2023 | 1:55 PM

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે આખલા એકબીજા સાથે લડી રહ્યા છે. બજારની વચ્ચોવચ થયેલી આ લડાઈ નજીકના દુકાનદારને ઘણી મોંઘી પડી.

બે આખલાએ રસ્તા વચ્ચે કરી જોરદાર લડાઈ, આસપાસની દુકાનોને કરી વેરવિખેર, જુઓ આ Viral Video
Bulls Fight Video

Follow us on

આ દિવસોમાં ઘણા રખડતા ઢોર બજારોમાં ફરતા જોવા મળે છે. તેમના કારણે લોકોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલીકવાર રખડતા ઢોર એકબીજા સાથે લડવા પણ લાગે છે, જેના કારણે દુકાનદારોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાલ એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે આખલા એકબીજા સાથે લડતા જોવા મળે છે.

આ પણ વાંચો: Gujarati Video : રાજુલામાં સતત બીજા દિવસે આખલાઓ જાહેરમાં બાખડ્યા, 20 મીનિટ સુધી વિસ્તારને બાનમાં લીધો

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે આખલા એકબીજા સાથે લડી રહ્યા છે. બજારની વચ્ચોવચ થયેલી આ લડાઈ નજીકના દુકાનદારને ઘણી મોંઘી પડી. વાસ્તવમાં, બંને આખલા લડતા-ઝઘડતા તેની દુકાન પાસે ગયા અને દુકાનને વેરવિખેર કરી નાખી. આખલાની લાડાઈથી દુકાનોને ભારે નુકસાન થયુ છે. ત્યારે આખલાની આ લડાઈનો ત્યાં નજીકમાં ઉભેલા એક વ્યક્તિએ સમગ્ર ઘટનાની વીડિયો ક્લિપ બનાવીને વાયરલ કરી હતી.

બે આખલાની લડાઈનો વીડિયો વાયરલ

ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયો પર અત્યાર સુધીમાં ઘણી શાનદાર કોમેન્ટ્સ કરવામાં આવી છે. આ ટ્રેન્ડિંગ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપતાં એક યુઝરે કહ્યું કે ભાઈની આખી દુકાન ખતમ થઈ ગઈ છે. ત્યારે અન્ય એક યુઝરે કટાક્ષ કર્યો કે આનાથી શીખવા મળ્યું કે ક્યારેય કાલિયા ન બોલવું જોઈએ.

આ વીડિયો પર અત્યાર સુધીમાં લાખો લાઈક્સ મળી ચૂકી છે. ત્યારે તેને કરોડો વ્યુઝ સાથે હજારો વખત શેર કરવામાં આવ્યો છે. તમને આ વીડિયો જોવામાં થોડો ફની પણ લાગશે, જેને ‘k.d.naresh.31’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જોકે પ્રાણીઓને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે ત્યારે લોકોને ફની વીડિયો જોવા ખુબ પસંદ આવતા હોય છે. પરંતુ રખડતા ઢોરની આ લડાઈ ઘણી વખત મોટી મુસીબત પણ બની જતી હોય છે રખડતા ઢોરના કારણે ઘણા લોકોએ પોતાના જીવ પણ ગૂમાવ્યા છે. અવારનવાર આખલાની લડાઈના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળે છે.

Next Article