Funny Video : હાથી પરિવારની આ મસ્તી જોઈને તમને પણ આવશે હસવું, જુઓ મજેદાર Video

|

Aug 15, 2021 | 2:28 PM

તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર હાથી પરિવારનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાથી કાદવની સ્લાઇડ પર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

Funny Video : હાથી પરિવારની આ મસ્તી જોઈને તમને પણ આવશે હસવું, જુઓ મજેદાર Video
Elephant Viral Video

Follow us on

Funny Video : જંગલની દુનિયા વિશે સાંભળીને જ લોકો રોમાંચિત થઈ જતા હોય છે. તેથી જ્યારે પણ લોકોને સમય મળે ત્યારે તે ચોક્કસપણે જંગલમાં ફરવા જવા ઈચ્છે છે અને જેમને સમય નથી મળતો તેઓ સોશિયલ મીડિયા (Social Media) પર પ્રાણીઓની મસ્તી જોઈને તેમનો સમય પસાર કરે છે. એટલા માટે જ પ્રાણીઓ સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ (Viral) થઈ જાય છે.

ઘણી વખત જંગલમાં પણ કેટલાક દુર્લભ નજારા જોવા મળે છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યારે તાજેતરમાં હાથી પરિવારનો મસ્તી ભર્યો વિડીયો સોશિયલ મિડીયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમારો દિવસ બની જશે.

આપણે બધા જાણીએ છીએ કે હાથીઓને પાણીમાં મજા કરવી ખુબ ગમે છે, જ્યારે પણ તેમને તક મળે ત્યારે તેઓ મનોરંજનના (Entertainment) મૂડમાં આવી જતા હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં પર આવો જ એક વીડિયો જોવા મળ્યો છે, જેમાં હાથી પરિવાર ખૂબ મસ્તી કરતો જોવા મળે છે. આ હાથી પરિવાર (Elephant) એક ઢાળ પરથી નીચે ઉતરતી વખતે બાળકની જેમ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જુઓ વિડીયો

A interesting video of an elephant family.

African or Asian, the world needs Elephants. Let’s understand that. pic.twitter.com/rJna70QBNx

— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) August 12, 2021

વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાથીઓનો પરિવાર જંગલમાં (Forest) મસ્તી કરતો જોવા મળે છે, ત્યારે જ તેઓ એક ઢાળ જુએ છે પહેલા એક હાથી મસ્તીમાં ઉપરથી નીચે તરફ સરકતો જોવા મળી રહ્યો છે. બાદમાં બીજો એક હાથી પણ એ જ કરવાનો પ્રયત્ન કરે છે પણ તે વચ્ચે જ અટકી જાય છે અને ફરી ઉપર જવાનો પ્રયત્ન કરે છે. આ વિડીયોમાં હાથી સ્લાઈડ પર મસ્તી કરીને સરકતા જોવા મળી રહ્યા છે.

આ રમુજી વિડીયો ભારતીય વન સેવા અધિકારી સુધા રમને તેના ટ્વિટર એકાઉન્ટ (Twitter Account) પરથી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 24 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ રમુજી વિડીયો (Funny Video) હાલ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Viral Video : પતિએ પત્નીને પરેશાન કરી, તો પુત્રએ ચૂકવવી પડી કિંમત, જુઓ આ મજેદાર Video

આ પણ વાંચો: Independence Day : 12 વર્ષીય તારાએ ઈરાની સંતૂર પર વગાડ્યું ભારતીય રાષ્ટ્રગાન, Video જોઈને તમે પણ થઈ જશો બાળકીના ફેન્સ

Next Article