ડ્રેગન જેવા માથાવાળા જીવનો વીડિયો થયો વાયરલ, લોકો એ કહ્યું – આ બીજી દુનિયાનો જીવ છે!

હાલમાં આવા જ એક વિચિત્ર જીવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

ડ્રેગન જેવા માથાવાળા જીવનો વીડિયો થયો વાયરલ, લોકો એ કહ્યું - આ બીજી દુનિયાનો જીવ છે!
Viral video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Nov 17, 2022 | 5:20 PM

દુનિયામાં જુદા-જુદા પ્રાણીઓ, જીવ-જંતુઓ અને માણસો રહે છે. ભગવાનની અદ્દભુત કલાકારીગરીનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણી દુનિયા છે. આપણી આસપાસ આપણે કુદરતની સુંદરતા જોઈ શકીએ છે. ભૂતકાળમાં ઘણીવાર વિચિત્ર સ્થળો અને પ્રાણીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. હાલમાં આવા જ એક વિચિત્ર જીવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વિચિત્ર જીવ જોવા મળી રહ્યું છે. વાયરલ વીડિયોમાં એક લીલા રંગનું જીવ દેખાય છે, જેના શરીર પર સફેદ રંગની બે પટ્ટીઓ જોઈ શકાય છે. આ જીવના માથા પર 4 શિંગડા છે. આ જીવ એકદમ ડ્રેગન જેવું લાગી રહ્યુ છે. આ જીવનું નામ ‘ડ્રેગન કેટરપિલર’ છે. તે ઉત્તર-દક્ષિણ અમેરિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા સ્થળોએ જોવા મળે છે. આ વાયરલ વીડિયો પર 40 લાખ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાનની અદ્દભુત કલાકારીગરીનો નમુનો છે આ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,વાહ… આવુ તો પહેલા ક્યારેય નથી જોયુ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કુદરતની સુંદરતા.