Viral Video : બાળકે પોતાના હાથથી પક્ષીને ચણ ખવડાવ્યું, આ વિડીયો જોઈને તમે પણ કરશો બાળકની પ્રશંસા

આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક બાળકનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળક પક્ષીને પોતાના હાથથી ચણ ખવડાવી રહ્યું છે.

Viral Video : બાળકે પોતાના હાથથી પક્ષીને ચણ ખવડાવ્યું, આ વિડીયો જોઈને તમે પણ કરશો બાળકની પ્રશંસા
Viral Video of Child
| Edited By: | Updated on: Aug 22, 2021 | 2:38 PM

Viral Video : ઇન્ટરનેટની પર અવારનવાર પ્રાણીઓ અને પક્ષીઓના વીડિયો વાયરલ (Video) થતા હોય છે. ઘણી વખત વીડિયો જોઈને લોકોને આશ્ચર્ય થાય છે, જ્યારે ક્યારેક વીડિયો જોઈને લોકોનો દિવસ પણ બની જતો હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી, તમે પણ સમજી જશો કે પ્રાણીઓ અને પક્ષીઓને પણ સ્નેહ અને પ્રેમની જરૂર હોય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક નાનું બાળક (Child) હાથ પર બેઠેલા પક્ષીને ખવડાવી રહ્યું છે. જેને જોઈને લોકો કહી રહ્યા છે કે પક્ષીઓ પણ જાણે છે કે બાળકો પર વિશ્વાસ કરવો જોઈએ.

જુઓ વીડિયો

 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે દીવાલ પર એક બાળક બેઠું છે અને તેણે પક્ષી (Bird) સામે હાથ ફેલાવ્યો છે. બાળકના હાથમાં એક નાનુ વાસણ પણ જોવા મળે છે, જેમાં તેણે થોડું અનાજ કે પાણી રાખ્યું છે, ત્યારે જ ત્યાં બે પક્ષીઓ ઉડીને બાળકના હાથ પર બેસે છે અને બાળક પોતાની હાથથી પક્ષીને ખવડાવતો જોવા મળી રહ્યો છે.

પક્ષી અને બાળકનો આ અનોખો વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ઘણા લોકોએ વીડિયો જોઈને તેની પ્રતિક્રિયાઓ (Comments) પણ આપી રહ્યા છે, જેમાં એક યુઝરે લખ્યું, આ ખરેખર અદભૂત દ્રશ્ય છે અને આ સિવાય કોઈ સુંદરતા નથી. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ યુગમાં ઘણા ઓછા લોકો છે જેમના પર પક્ષીઓ પણ આંધળો વિશ્વાસ કરી શકે છે.’

 લોકોની પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે આ વીડિયો IFS અધિકારી સુસંતા નંદાએ (Susanta Nanda) ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, માસુમીયત માસુમ હોય છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 22 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

આ પણ વાંચો: Funny Video: યુવકે ફ્લાઇટમાં સામાનના પૈસા બચાવવા અપનાવી ગજબની તરકીબ, પછી જે થયુ એ જોઈને તમે પણ દંગ રહી જશો !

આ પણ વાંચો: Viral Video : દુલ્હને ધમાકેદાર ડાન્સ કરીને જાનૈયાઓનું જીત્યુ દિલ, જુઓ મજેદાર વીડિયો