Viral Video : દુલ્હને જબરદસ્ત ડાન્સ સાથે કરી એન્ટ્રી, વીડિયો જોઈને તમે પણ થઈ જશો દુલ્હનના ફેન્સ

આજકાલ એક દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં દુલ્હન તેના મિત્રો સાથે જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Viral Video : દુલ્હને જબરદસ્ત ડાન્સ સાથે કરી એન્ટ્રી, વીડિયો જોઈને તમે પણ થઈ જશો દુલ્હનના ફેન્સ
Bride dancing with friends
| Edited By: | Updated on: Aug 23, 2021 | 9:00 AM

Viral Video : તાજેતરમાં લગ્નના વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. જેમાં હલ્દી, મહેંદી, સંગીત, જયમાળા, વિદાયથી લઈને લગ્નની દરેક વિધિના વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. જેમાં કેટલાક વિડીયો એટલા રમુજી છે કે તેઓ હસવાનું રોકી શકતા નથી,જ્યારે કેટલાક વિડીયો એટલા ભાવુક છે કે તમારી આંખમાં આંસુ આવી જાય છે. ત્યારે તાજેતરમાં આવો જ લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં દુલ્હનનો (Bride) અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

સામાન્ય રીતે દુલ્હન તેના લગ્નમાં શરમાતી જોવા મળે છે,પરંતુ આ દુલ્હન થોડી અલગ છે.આ દુલ્હન પોતાના લગ્નમાં તેના મિત્રો સાથે ધમાકેદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન શણગાર કરીને સ્ટેજ પર તેના મિત્રો સાથે જોરદાર એન્ટ્રી કરે છે.

દુલ્હને ‘મેરે હાથ મે હૈ જો મહેંદી’ સોંગ પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે. લગ્નમાં આવેલા તમામ મહેમાન દુલ્હનનો ડાન્સ જોઈને ખુશ થઈ રહ્યા છે. ઉપરાંત દુલ્હનને ડાન્સ કરતી જોઈને વરરાજા (Groom) પણ પોતાને ડાન્સ કરતા રોકી ન શક્યા અને એ પણ દુલ્હન સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, ડાન્સના અંતે, વરરાજા શાહરૂખ ખાનની જેમ પોઝ (Pose) આપતા પણ જોવા મળે છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે, ઇન્સ્ટાગ્રામ પર Dulhaniya નામના એકાઉન્ટ (Instagram Account)પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. વીડિયોમાં લોકોને દુલ્હનનો સ્વેગ ખુબ પસંદ આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: VIRAL VIDEO: મહિલાએ રસ્તા વચ્ચે ઑટો ડ્રાઇવરને ચપ્પલથી માર્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચો: Funny Video : બહેને ભાઈને બાંધી અનોખી રાખડી, ભાઈએ પણ આપી બહુ કિંમતી ભેટ, વીડિયો જોઈને લોકોએ કહ્યું – ‘જૈસે કો તૈસા’