Viral Video: બેબી મંકીએ ફુગ્ગા સાથે ખૂબ જ કરી મસ્તી, વીડિયો જોયા પછી તમને પણ યાદ આવશે બાળપણ

|

Apr 16, 2022 | 9:54 AM

આ દિવસોમાં બે બેબી મંકીનો (Monkey) એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ફુગ્ગાઓ સાથે રમતા જોવા મળે છે. જે જોયા પછી તમે પણ હસવા લાગશો.

Viral Video: બેબી મંકીએ ફુગ્ગા સાથે ખૂબ જ કરી મસ્તી, વીડિયો જોયા પછી તમને પણ યાદ આવશે બાળપણ
baby monkey playing with balloon

Follow us on

આ ધરતી પર ભાગ્યે જ કોઈ હશે જેને બાળકો રમતા ન ગમતા હોય. તેમને રમતા જોઈને મનને એક અલગ જ ખુશી મળે છે. આ માત્ર માણસોના બાળકોને જ નહીં પણ પ્રાણીઓના બાળકોને (Animal Baby) પણ લાગુ પડે છે. પ્રાણીઓના બાળકોની સુંદર હરકતો સોશિયલ મીડિયા (Social Media) યુઝર્સના દિલ જીતી લે છે. આ જ કારણ છે કે જ્યારે પણ તેનો કોઈ વીડિયો ઈન્ટરનેટની દુનિયામાં આવે છે તો તે ઝડપથી વાયરલ થઈ જાય છે. આ દિવસોમાં પણ આ જ વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય છે. જેમાં એક વાનરનું બાળક ફુગ્ગાઓ સાથે શાનદાર રીતે રમતું જોવા મળે છે, જેને જોયા પછી તમને તમારું બાળપણ યાદ આવી જશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે બેબી મંકી ફુગ્ગાઓ સાથે રમવાની મજા માણી રહ્યાં છે. બલૂનનું કદ એટલું મોટું છે કે બંનેમાંથી કોઈ તેને પકડી શકતું નથી, પછી તેઓ તે બલૂન સાથે તેમની રમત ચાલુ રાખે છે. ક્યારેક તે રમતી વખતે તેની ઉપર બેસી જાય છે, તો ક્યારેક તેની સાથે ઝાડ પર ચઢવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન બલૂન ફૂટે છે અને બંને તેને જોતા જ રહે છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

અહીં વીડિયો જુઓ…

આ વીડિયો IFS સુશાંત નંદાએ પોતાના ટ્વિટર પરથી શેયર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘બાળકોને ફુગ્ગાઓથી દૂર કોઈ લઈ જઈ શકતું નથી.’ સમાચાર લખ્યા બાદથી અત્યાર સુધીમાં 77 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ક્લિપ જોયા બાદ યુઝર્સ પોત-પોતાની સ્ટાઈલમાં કોમેન્ટ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. એક યુઝરે લખ્યું, ‘અમે પણ નાનપણમાં આ રીતે રમતા હતા.’ જ્યારે બીજા યુઝરે લખ્યું કે આ વર્ષે મેં જોયેલી આ સૌથી સારી વસ્તુ છે, અદભૂત!. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ-અલગ રીતે પ્રશંસા કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: Funny Video : હાથમાં પાણી પકડવાની કોશિશ કરી રહ્યો હતો બેબી મંકી, ક્યૂટ વીડિયો જોઈને તમને પણ તમારું બાળપણ આવી જશે યાદ

આ પણ વાંચો: Funny Video: શું તમે ક્યારેય વાંદરા અને બિલાડી વચ્ચે આવી અનોખી મિત્રતા જોઈ છે ? આ વાયરલ વીડિયોએ જીત્યા લોકોના દિલ

Next Article