વાયરલ વીડિયો: અભિનેત્રી બની ગઈ સાધ્વી, ભિક્ષા માંગીને ભરી રહી છે પેટ

હાલમાં ટેલિવિઝનની એક અભિનેત્રી પણ સંસારની મોહમાયા છોડી આજ રાહ પર નીકળી પડી છે. આ અભિનેત્રીનું નામ છે નુપુર અલંકાર, તેના કેટલાક ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયા છે.

વાયરલ વીડિયો: અભિનેત્રી બની ગઈ સાધ્વી, ભિક્ષા માંગીને ભરી રહી છે પેટ
Viral video of actress nupur alankar
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 08, 2022 | 6:10 PM

Actress Nupur Alankar Video : ભારત એક સાંપ્રદાયિક દેશ છે. અહીં અનેક ઘર્મો અને પરંપરામાં માનનારા લોકો વસે છે. ભારતમાં સૌથી વધુ પ્રભાવ હિન્દુ ધર્મનો છે. આ હિન્દુ ધર્મના અનેક મંદિરો અને ધાર્મિક સ્થળો ભારતમાં ખૂણેખૂણે આવેલા છે. દેશ-વિદેશથી આ ધાર્મિક સ્થળોએ આવેલા લોકો ભક્તિ, આસ્થા અને શ્રદ્વાથી પ્રભાવિત થઈને ત્યાં જ સાધુ બનીને રહેવા લાગે છે. હાલમાં ટેલિવિઝનની એક અભિનેત્રી પણ સંસારની મોહમાયા છોડી આજ રાહ પર નીકળી પડી છે. આ અભિનેત્રીનું નામ છે નુપુર અલંકાર, તેના કેટલાક ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયા છે.

નાના પડદા પર લોકપ્રિય બનેલી અભિનેત્રી નૂપુર અલંકારે થોડા સમય પહેલા અચાનક અભિનય ક્ષેત્ર છોડી અધ્યાત્મનો રસ્તો પસંદ કર્યો હતો. તેમણે પોતાના ગુરુ શંભૂ શરણ ઝાના માર્ગદર્શનથી પૂરી રીતે સંન્યાસી જીવન અપનાવ્યુ છે. ચર્ચા છે કે પરિવારમાં બનેલી કેટલીક ઘટનાને કારણે તેમનો સંસારીક જીવનથી મોહ તૂટી ગયો છે. તેથી તેણે મનની શાંતિ માટે આ નિર્ણય કર્યો હતો. હાલ તે મથુરાના ગોવર્ધનમાં છે. તે પોતાના સોશિયલ મીડિયા પર પોતાની દિવસભરની પ્રવૃતિના વીડિયો-ફોટો શેયર પણ કરી રહી છે. તેમાં તે ભિક્ષા માંગી ગુજરાન ચલાવતી જોવા મળી રહી છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર તેમના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.

નુપુર અલંકારની અન્ય સોશિયલ મીડિયા પોસ્ટ

 

 

 

 

નૂપુર અલંકાર ટીવીની પ્રખ્યાત અભિનેત્રી હતી. તેણે ટીવી પર શક્તિમાન, ઘર કી લક્ષ્મી બેટિયાં, દિયા ઔર બાતી હમ, રાજાજી, સાવરિયા, સોનાલી કેબલ જેવી ટીવી સીરીયલમાં કામ કર્યુ છે. આટલી ખ્યાતિથી ભરેલુ જીવન છોડી તે હાલ સાધ્વીનું જીવન જીવી રહી છે.