Cute Viral Video : જાળમાં ફસાયો ‘કાગડો’, શાળાના બાળકે બચાવ્યો જીવ- જુઓ હ્રદયસ્પર્શી Viral Video

Cute Viral Video : સોશિયલ મીડિયા પર ક્યો વીડિયો ક્યારે વાયરલ થઈ જાય છે તેની ખબર હોતી નથી. પક્ષી અને પ્રાણીઓને લગતાં વીડિયો ઝડપથી લોકો સુધી પહોંચે છે. જાળમાં ફસાયેલા કાગડાને બચાવતા એક નાનકડા શાળાના છોકરાની ક્લિપ ઓનલાઈન વાયરલ થઈ રહી છે અને તે મનમોહક છે.

Cute Viral Video : જાળમાં ફસાયો કાગડો, શાળાના બાળકે બચાવ્યો જીવ- જુઓ હ્રદયસ્પર્શી Viral Video
| Edited By: | Updated on: Mar 04, 2023 | 12:32 PM

પાલતુ પ્રાણીઓ અને પક્ષીઓને લગતા સુંદર વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ખાસ કરીને સોશિયલ મીડિયાના લોકો કૂતરા અને બિલાડીઓને લગતા વીડિયો ખૂબ જ રસથી જોવાનું પસંદ કરે છે. થોડાં દિવસ પહેલાં એક ભાઈનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે પોતે કાગડાનો અવાજ કાઢીને કાગડાને બોલાવતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Bird Viral Video : કાગડાએ જોયા વગર જ મરઘી પર કર્યો હુમલો, પણ મરઘીએ ચાંચ મારી-મારીને કાગડાની હાલત બગાડી

લોકો આવા વીડિયોને માત્ર જોતા નથી પરંતુ તેને એકબીજા સાથે આનંદથી શેર પણ કરે છે. આ જ કારણ છે કે જ્યારે પણ આ પ્રાણીઓને અને પક્ષીઓને લગતી કોઈપણ સામગ્રી ઈન્ટરનેટ પર અપલોડ કરવામાં આવે છે, તે પણ તરત જ વાયરલ થઈ જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક કાગડાનો વીડિયોએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. જેને જોયા પછી તમે સમજી શકશો કે નાના બાળકને યોગ્ય સંસ્કાર શીખવેલા હોય તો તેનામાં દયા ભાવ આવે છે.

દયા એ સામાન્ય ગુણ નથી, તે એક સારા સંસ્કાર પણ છે. આ દૂનિયામાં હજુ કેટલાક લોકો એવા પણ છે જે દયાની શક્તિમાં વિશ્વાસ રાખે છે. અમે તમને એક હ્રદયસ્પર્શી વીડિયો વિશે જણાવીએ છીએ જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. જાળમાં ફસાયેલા કાગડાને બચાવતા એક નાનકડા શાળાના છોકરાની ક્લિપ ઓનલાઈન વાયરલ થઈ રહી છે અને તે સુંદર અને મનમોહક છે.

જુઓ વાયરલ થયેલી નાના બાળક અને કાગડાનો વીડિયો

મિત્રોએ ખુશીથી ઘેરી લીધો

આ વાયરલ વીડિયોને ટ્વિટર પર સબિતા ચંદા નામની યુઝરે શેર કર્યો છે. ટૂંકી ક્લિપમાં એક નાનો છોકરો જાળમાં ફસાયેલા કાગડાને મદદ કરતો જોઈ શકાય છે. તેણે તેની શાળામાં નિઃસહાય પક્ષી જોયું અને પક્ષીને છોડાવવા માટે તમામ પ્રયાસો કર્યા. થોડા સમય પછી છોકરો જાળી ખોલીને કાગડાને મુક્ત કરવામાં સફળ રહ્યો. તે સમયે તેના મિત્રો પણ આવ્યા અને ખુશીથી તેને ઘેરી લીધો.

પાછળથી કાગડો ઉડી ગયો અને વિદ્યાર્થીઓએ ખુશીથી તાળીઓ પાડી. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “એક દયાળુ હૃદય અસંખ્ય જીવનને સ્પર્શે છે.”

આ વીડિયોને ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી 41,000 વખત જોવામાં આવ્યો છે. ટ્વિટર યુઝર્સે આ વીડિયોને પસંદ કર્યો અને કોમેન્ટ સેક્શનમાં સ્કૂલના છોકરાની પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, “અમેઝિંગ. કેટલું વિચારશીલ અને સંવેદનશીલ બાળક છે.”