ભયાનક અકસ્માતનો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું – ક્યારેય મોત આવે, કોઈને ખબર નથી

ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર અકસ્માતના અનેક વીડિયો જોયા જ હશે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભયકંર અકસ્માત જોવા મળી રહ્યો છે.

ભયાનક અકસ્માતનો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું - ક્યારેય મોત આવે, કોઈને ખબર નથી
Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Dec 03, 2022 | 6:53 PM

ટ્રાફિક પોલીસ અને ઘરના વડીલો હંમેશા કહેતા હોય છે કે રસ્તા પર ચાલતા સમય કે વાહન ચલાવતા સમયે ધ્યાન રાખવુ. રસ્તા પર આપણી નાનકડી ભૂલ અન્ય લોકોના જીવનને પણ જોખમમાં મુકે છે. તેથી જ રસ્તા પર ચાલતા અને વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવુ જરુરી છે. ઘણીવાર લોકોની નાનકડી બેદરકારીને કારણે મોટા અકસ્માત થતા હોય છે. ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર અકસ્માતના અનેક વીડિયો જોયા જ હશે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભયકંર અકસ્માત જોવા મળી રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં વિદેશના એક હાઈ-વેનો નજારો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં એક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. વાયરલ વીડિયોમાં તમે હાઈ-વે પર ઘણી બધી કાર અને વાહનોને પસાર થતા જોઈ શકો છે. આ બધા વચ્ચે એક કાર અચાનક પોતાનું નિયત્રંણ ખોઈ બેસે છે. તેના કારણે તે ટ્રક આગળ આવે છે અને ખતરનાક અકસ્માત થાય છે. ટ્રક સામે અચાનક કાર આવી જતા ટ્રક ચાલક પણ ટ્રક પરથી કાબુ ખોઈ બેસે છે. નિયંત્રણ ખોરવાતા અને ઝડપને કારણે કાર અને ટ્રક રસ્તા પર ઊંધુ થઈ જાય છે. ટ્રકની ઝપેટમાં આવતા જ અન્ય વાહનનોને પણ નુકશાન થાય છે. આ અકસ્માતના કેટલીક જાનહાનિ અને માનહાનિ થઈ તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આ રહ્યો ભયાનક અકસ્માતનો વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ક્યારેય મોત આવે, કોઈને ખબર નથી. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ઝડપની સજા મોતની મજા.