ભારે કરી ! આ વાંદરાઓએ સ્માર્ટ ફોન માટે કરી પડાપડી, Video જોઈને યુઝર્સે કહ્યું “આપણા પૂર્વજો”

વાંદરાઓ તેમની હરકતો માટે જાણીતા છે. પરંતુ ઘણી વખત તેઓ કંઈક એવું કરે છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. હાલમાં વાંદરાઓનો આવો જ એક વીડિયો ચર્ચામાં આવ્યો છે.

ભારે કરી ! આ વાંદરાઓએ સ્માર્ટ ફોન માટે કરી પડાપડી, Video જોઈને યુઝર્સે કહ્યું આપણા પૂર્વજો
Monkey video goes viral
| Edited By: | Updated on: Nov 21, 2021 | 4:28 PM

Funny Video: સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણીઓ (Animals) સંબધિત વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં ઘણીવાર પ્રાણીઓની હરકત જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે. તાજેતરમાં વાંદરાનો (Monkey) આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાંદરાઓ જે રીતે મોબાઈલ ચલાવી રહ્યા છે, તે જોઈને તમને પણ હસવુ આવશે. 15 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

 

વાંદરાઓએ ભારે કરી……..

આ સમયે વાંદરાઓ સંબંધિત એક ખૂબ જ રમુજી વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમે પણ કહેશો કે વાસ્તવમાં આ આપણા પૂર્વજો હશે. વીડિયોમાં વાંદરો જે રીતે મોબાઈલને (Mobile Phone) જોઈ રહ્યો છે તે જોઈને લાગે છે કે જાણે તે સદીઓથી મોબાઈલ ચલાવી રહ્યો છે.

 

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાનો મોબાઈલ કાઢીને વાંદરાઓને બતાવે છે. આ પછી વાંદરાઓ તેને સ્પર્શ કરે છે અને જુએ છે કે તે શું છે. તેમાંથી એક વાંદરોસ્ક્રીનને સ્પર્શ કરતો જોવા મળે છે, જાણે કે તે તેના વિશે ખૂબ જ જાણકાર હોય. આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

 

જુઓ વીડિયો

https://youtu.be/Al5Wvd-0ZFo

 

વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

આ રમુજી વીડિયો યુટ્યુબ પર મિસ્ટર ફ્રી ફાયર (Mister Free Fire) નામની ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયોને 5 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સિવાય સેંકડો લોકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

 

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે ખરેખર ખુબ ફની છે. સૌથી મોટા વાંદરાએ સ્ક્રીનને ટચ કર્યા પછી અદ્ભુત હરકત કરી છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘વાંદરાઓએ જે રીતે સ્માર્ટફોનને પકડ્યો છે, તે આશ્ચર્યજનક છે. એવું લાગે છે કે તે ફક્ત તેના માટે જ ડિઝાઇન કરવામાં આવ્યો છે. ‘આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video : લો બોલો ! શખ્સે પાણીની બદલે ફેન્ટામાં બનાવી દીધી મેગી, વિડીયો જોઈને લોકો બોલ્યા – હે પ્રભુ ઉઠાવી લો…

 

આ પણ વાંચો: Viral Video : રસ્તા પર થવા લાગ્યો રૂપિયાનો વરસાદ, લોકોએ રૂપિયા માટે રસ્તા પર કરી પડાપડી, વિડીયો થયો વાયરલ

 

Published On - 4:28 pm, Sun, 21 November 21