Viral Video : ખેતરમાં સિંચાઈના પાણીની હવે નહીં પડે અછત, માર્કેટમાં આવી ગયું અનોખું મશીન

|

Feb 19, 2023 | 12:58 PM

સમયાંતરે ખેતીમાં નવી નવી મશીનરીનો પણ ઉપયોગ થતો રહે છે. જે ધરતી પર પહેલા બળદ અને હળનો ઉપયોગ કરીને ખેતી થતી હતી, ત્યાં હવે આધુનિક સાધનોની મદદથી ખેતી થવા લાગી છે. હાલમાં ખેતી સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Viral Video : ખેતરમાં સિંચાઈના પાણીની હવે નહીં પડે અછત, માર્કેટમાં આવી ગયું અનોખું મશીન
Viral video

Follow us on

ભારત ખેતીપ્રધાન દેશ છે. હરિત ક્રાંતિ બાદ ભારતમાં ખેતીને વધારે મહત્વ આપવામાં આવે છે. ભારતની 70 ટકા વસ્તી ખેતી પર નભે છે. ભારતની મોટા ભાગની વસ્તી ખેતીથી ઉત્પન થતા અનાજ, કઠોર, ફળ, માસાલા જેવા ધાન્યોને વહેંચવા જેવા ધંધાથી જોડાયેલા છે. સમયાંતરે ખેતીમાં નવી નવી મશીનરીનો પણ ઉપયોગ થતો રહે છે. જે ધરતી પર પહેલા બળદ અને હળનો ઉપયોગ કરીને ખેતી થતી હતી, ત્યાં હવે આધુનિક સાધનોની મદદથી ખેતી થવા લાગી છે. હાલમાં ખેતી સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કોઈપણ પાકના વિકાસ માટે તેને સમયાંતરે પાણી આપવું જરુરી છે. કેટલીકવાર પાણી પૂરતુ ન મળતા તો ક્યારેક વધારે પડતા પાણીને કારણે પાકને નુકશાન થતુ હોય છે. ઘણી વાર નજીકથી નહેર પસાર થતી હોવા છતા ખેડૂતો પાકને પૂરતુ પાણી આપી શકતા નથી. આ સમસ્યાના સમાધાન માટે માર્કેટમાં એક અનોખું પંપ મશીન આવ્યું છે, જેની મદદથી પાણીને ખેતર સુધી જરુરી માત્રામાં પહોંચાડી શકાય છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં ખેતરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એેક વ્યક્તિ ટ્રેકટર સાથે આ મશીન જોડીને ખેતરમાં પાણી પહોંચાડી રહ્યો છે. આ મશીનનો એક ભાગ નહેરમાં છે જ્યારે બીજો ભાગ ખેતરમાં રાખવામાં આવે છે, પંપ મશીનથી ખેતરમાં તરત પાણી પહોંચાડી શકાય છે અને સમસ્યાનું સમાધાન કરી શકાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ રહ્યો એ વાયરલ વીડિયો


 આ પણ વાંચો :  Viral Photo : આને કહેવાય ક્રિએટિવિટી ! પાણીવાળા નળમાં સળગાવ્યો બલ્બ, યુઝર્સ રહી ગયા દંગ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટયૂબ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભારતમાં ટેલેન્ટની અછત નથી. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખેડૂતો માટે આવી વસ્તુઓ બનતી રહેવી જોઈએ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મશીન બનાવનારને સલામ .

Next Article