
આપણે ભારતીયો જુગાડની બાબતમાં દુનિયા કરતા ઘણા આગળ છીએ. આપણી જુગાડ ટેક્નોલોજી એટલી અદ્દભુત છે કે તેને જોઈને દુનિયા દંગ રહી જાય છે, પણ ઘણી વાર એવું બને છે કે આપણે જુગાડ દ્વારા એવી વસ્તુઓ બનાવીએ છીએ, જેને જોઈને દુનિયા આશ્ચર્યમાં પડી જાય છે અને વિચારે છે કે તેની શું જરૂર છે ? હાલમાં આવો જ એક જુગાડ વીડિયો ઈન્ટરનેટ જગતમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી તમે દંગ રહી જશો.
કેટીએમ બાઈકની યુવાનોમાં ખુબ લોકપ્રિયતા છે, તેથી જ તેનું વેચાણ યુવાનો પર ઘણું નિર્ભર છે કારણ કે આજના સમયમાં લોકોમાં આ બાઇકનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે. તેનું એક કારણ એ છે કે લોકો તેનો ઉપયોગ ટેન્શન અને સ્વેગ માટે કરે છે અને તેથી જ તેમાં ફેરફાર પણ કરવામાં આવે છે. હવે આ વીડિયો જુઓ જે સામે આવ્યો છે કે જેમાં એક વ્યક્તિએ એવી બાઇક મોડિફાઇ કરી છે જે જોઇને તમે દંગ રહી જશો.
(Credit Source : Instagram)
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ પોતાની ક્રિએટિવિટી બતાવવા માટે તેની ખૂબ જ સારી બાઇકને સ્ક્રેપ કરી છે. વીડિયોમાં તે વ્યક્તિ રોડ પર KTM બાઇક ચલાવી રહ્યો છે. આ વ્યક્તિએ બાઇકનું પાછળનું ટાયર કાઢીને ત્યાં સળિયો જોડી દીધો છે. તેમજ તેણે ત્યાં ટાયર મુક્યું હતુ. બાઇકને મોટી બનાવવા માટે આ વ્યક્તિએ બાઇકની ચેઇન પણ લાંબી કરી દીધી છે. આ જોયા પછી લોકો સમજી શકતા નથી કે તેણે આવું કેમ કર્યું.
આ વીડિયોને bhadoria_stunt_academy_yt નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર કોમેન્ટ કરીને પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો