OMG ! પાટા પર ફસાયેલા શ્વાનનો આ વ્યક્તિએ બચાવ્યો જીવ, 2 સેકન્ડ પણ મોડું થયુ હોત તો બંનેનો જીવ જતો

|

Oct 24, 2021 | 7:54 AM

ઘણી વખત લોકો બીજાની મદદ કરવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દે છે, પરંતુ એવા ઘણા લોકો છે જે જાણી જોઈને અજાણ બને છે. આવો જ એક વીડિયો હાલમાં પણ સામે આવ્યો છે.

OMG ! પાટા પર ફસાયેલા શ્વાનનો આ વ્યક્તિએ બચાવ્યો જીવ, 2 સેકન્ડ પણ મોડું થયુ હોત તો બંનેનો જીવ જતો
Man saves dog life who trapped on track

Follow us on

કહેવાય છે કે દુનિયામાં માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, એટલે જ કહેવાય છે કે માણસ હોય કે પ્રાણી, જ્યારે પણ તક મળે ત્યારે લાચારોની જરૂર મદદ કરવી જોઈએ. ઘણી વખત લોકો બીજાની મદદ કરવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દે છે, પરંતુ એવા ઘણા લોકો છે જે જાણી જોઈને અજાણ બને છે. આવો જ એક વીડિયો હાલમાં પણ સામે આવ્યો છે. જેમાં એક માણસ ટ્રેનની સામે આવતા શ્વાનને બચાવતો જોવા મળે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાના જીવની પરવા કર્યા વિના ટ્રેક પર ફસાયેલા શ્વાનને ટ્રેનની સામે આવતા બચાવતો જોવા મળી રહ્યો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે જો એક કે બે સેકન્ડનો વિલંબ થયો હોત તો આ ડોગે પોતાનો જીવ ગુમાવી દીધો હોત.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક શ્વાન પાટા વચ્ચે ફસાઈ ગયો છે અને સામેથી એક ટ્રેન ખૂબ જ ઝડપે આવી રહી છે. આ જોઈને એક વ્યક્તિ તેને બચાવવા દોડે છે. વ્યક્તિ શ્વાનની નજીક આવે છે અને તેને પાટા પરથી દૂર કરે છે. જો તમે વીડિયોને ધ્યાનથી જોશો, તો તમને ખબર પડશે કે એક કે બે સેકન્ડનો વિલંબ થયો હોત, તો આ શ્વાનને ટ્રેનની સામે આવતા બચાવી શકાયો ન હોત.

આ ચોંકાવનારો વીડિયો જોઈને તમે એક ક્ષણ માટે ચોંકી ગયા હશો. આ વીડિયોને Instagram પર ‘official_viralclips’ નામથી શેર કરવામાં આવ્યો છે. વળી, ઘણા લોકોએ આ વીડિયો પર ટિપ્પણી કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તે જ સમયે, ઘણા લોકોએ શ્વાનને બચાવનાર વ્યક્તિ પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘આજે આવા લોકોના કારણે માનવતા જીવિત છે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે વ્યક્તિની હિંમતની પ્રશંસા કરી છે.

આ પણ વાંચો –

Mandi: રાજકોટના ધોરાજીની APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8605 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો –

Lakhimpur Kheri Violence: મુખ્ય આરોપી આશિષ મિશ્રાને થયો ડેન્ગ્યુ, જેલની હોસ્પિટલમાં જ ચાલી રહી છે સારવાર

આ પણ વાંચો –

ITR Filing: નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ આજે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં, જાણો કઈ સુવિધાઓ પ્રભાવિત થશે?

Next Article