કર્ણાટકમાં ઝૂલતા પુલ પર આ શખ્સે ચઢાવી હતી કાર, વાયરલ વીડિયો જોઈ લોકોને આવ્યો ગુસ્સો

|

Nov 03, 2022 | 7:08 PM

હાલમાં સોશિયલ મીડિયા પર ઝૂલતા પુલનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ઝૂલતા પુલ પર એક કાર જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

કર્ણાટકમાં ઝૂલતા પુલ પર આ શખ્સે ચઢાવી હતી કાર, વાયરલ વીડિયો જોઈ લોકોને આવ્યો ગુસ્સો
Shocking Viral Video
Image Credit source: Twitter

Follow us on

ગુજરાતના મોરબીમાં 140 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટતા 135 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં અનેક લોકોની શોધખોળ હજુ પણ ચાલી રહી છે. આ દુર્ઘટનાને કારણે અનેક પરિવારો વિખેરાઈ ગયા છે. મોરબી દુર્ઘટના સમયના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ઘટનામાં થયેલી જાનહાનિ પર અમેરિકાના રાષ્ટ્રપતિ સહિત અનેક દેશના નેતાઓએ સંવેદના વ્યક્ત કરી હતી. આ ઘટના બાદ અનેક ઝૂલતા પુલ અને ઊંચાઈવાળા પુલની તપાસ થઈ રહી છે. જેથી આવી દુર્ઘટના બીજીવાર ન બને. હાલમાં સોશિયલ મીડિયા પર ઝૂલતા પુલનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ઝૂલતા પુલ પર એક કાર જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયોમાં એક ઝૂલતા પુલ પર મારુતિ ઝેન કાર જોવા મળી રહી છે. આ ઝૂલતો પુલ ખુબ ઊંચાઈ પર છે અને નીચે નદી વહી રહી છે. આ પુલ પરથી બાઈક સવાર અને પગપાળા જતા લોકો જ પસાર થઈ શકે છે. તેમ છતા આ કાર ચાલકે જોખમ ઊઠાવી આ ઝૂલતા પુલ પરથી પસાર થાય છે. આ પુલ ગાડીની પહોળાઈ જેટલો જ પહોળો છે. કાર ચાલકના આ ખોટા કામનો વિરોધ કરીને કેટલાક લોકોએ તેને અડધા પુલથી પાછા જવા માટે મજબૂર કર્યો. સ્થાનિકોના ગુસ્સાને કારણે કાર ચાલકે કાર પાછી લેવી પડી. આ ઘટના ક્યારે બની તેની જાણકારી નથી મળી પણ આવી ભૂલોને કારણે જ મોટી દુર્ઘટના બને છે.

રોહિત શર્માએ 11,000 રન બનાવી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
ગુજરાતનું મુખ્ય વિમાનમથક અમદાવાદ એરપોર્ટ ક્યાં આવેલું છે ?
સસ્તો થયો દારુ ! અમેરિકાની 'Bourbon Whisky' પર ભારત સરકારે ઘટાડ્યો 50% ટેક્સ
શરીરના 7 ચક્રોને જાગૃત કરવા શું કરવું?
શું તમે તાંબાના વાસણમાં પાણી પીવો છો? આ 5 ભૂલો ન કરો,નહીં તો થશે નુકસાન
ઘરમાં વારંવાર નીકળતી કીડીઓને ભગાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

આ રહ્યો એ ચોંકાવનારો વીડિયો

 

આ વીડિયો કર્ણાટક રાજ્યનો હોવાનો દાવો છે . વાયરલ થઈ રહેલો વીડિયો ટ્વિટર પર @vishalahlawat92 નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. મોટાભાગના યુઝર્સ તે કાર ચાલક પ્રત્યે રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.