Pakistan : એક વ્યક્તિ, પરિવાર અને દેશ હંમેશા આગળ વધવાનો પ્રયાસ કરે છે. તેના માટે જરુરી પ્રયાસો દરેક વ્યક્તિ કરતા જ હોય છે. પણ કેટલાક કામો તેમની પ્રગતિમાં બાધા બનતા હોય છે. પાકિસ્તાનીઓની સ્થિતિ પણ હાલ આવી જ છે. આતંકવાદ, ભ્રષ્ટાચાર અને મહિલાઓના અપમાનને જેવા કામોને કારણે પાકિસ્તાનીઓ અધોગતિ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર હાલમાં પાકિસ્તાનનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જે પાકિસ્તાનની પોલ ખોલી રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સસરા પોતાની પુત્રવધૂને વેલણથી ફટકારી રહ્યા છે. તે બિચારી પુત્રવધૂ પર થપ્પડ અને લાત-મુક્કા પણ વરસાવી રહ્યો છે. આ દરમિયાન નાના બાળકો પણ તે વ્યક્તિને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ પથ્થર દિલ સસરો પોતાનું કામ ચાલુ રાખે છે. અન્ય એક મહિલા મૂકદર્શક બનીને આ ઘટનાને જોઈ રહી છે. પણ તે આ વ્યક્તિને રોકવાનો પ્રયાસ નથી કરતી.
Violence of father-in-law against his daughter-in-law in Sheikhupura.
Children are crying and saving their mother.
Did you hear their voices “mama aap apnay tamray main jao”#Pakistan #PakistanEconomy #Pakistani #earthquake #bluesky #DollarRate #PakistanCricket #ImranKhan pic.twitter.com/99cdPibwW0— Sheikh Nabeel (@SheikhNabeel786) October 2, 2023
સોશિયલ મીડિયા પર પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મામલો પાકિસ્તાનના શેખપુરાનો છે અને વીડિયોમાં દેખાતા બાળકો પીડિત મહિલાના છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલાએ તેના સસરાને ભોજન પીરસવામાં થોડું મોડું કર્યું હતું, જેના કારણે ગુસ્સે ભરાયેલા સસરાએ પુત્રવધૂને માર માર્યો હતો અને લાત મારી હતી. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો : પરિવારના વિરોધ વચ્ચે પણ આ વ્યક્તિની જીદ્દે તેને 12 કલાકમાં જ બનાવ્યો કરોડપતિ