Viral Video: કેરળના ત્રિશૂર પૂરમ મહોત્સવમાં છવાયો Lionel Messiનો જાદૂ, અદ્દભુત દ્રશ્યો થયા વાયરલ

Lionel Messi: શણગારેલા હાથીઓની પરેડ અને પારંપરિક ઢોલ-નગાડાની ધૂનની સાથે સાથે આ મહોત્સવમાં ફૂટબોલ ફીવર પણ જોવા મળ્યો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: કેરળના ત્રિશૂર પૂરમ મહોત્સવમાં છવાયો Lionel Messiનો જાદૂ, અદ્દભુત દ્રશ્યો થયા વાયરલ
Viral Video
| Edited By: | Updated on: May 01, 2023 | 5:48 PM

ભારત તહેવારોનો દેશ છે. આપણા દેશમાં દર મહિને અલગ અલગ ધર્મના તહેવારો આવતા રહે છે. હાલમાં કેરળના પ્રસિદ્ધ વડક્કુનાથન મંદિરમાં ત્રિશૂર પૂરમની ભવ્ય ઊજવણી કરવામાં આવી. શણગારેલા હાથીઓની પરેડ અને પાંરપરિક ઢોલ-નગાડાની ધૂનની સાથે સાથે આ મહોત્સવમાં ફૂટબોલ ફીવર પણ જોવા મળ્યો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફૂટબોલ એ દુનિયાની સૌથી લોકપ્રિય રમત છે. આખી દુનિયામાં દરેક દેશમાં તમને ફૂટબોલના કરોડો ફેન્સ જોવા મળશે. વર્ષ 2022ના કતારમાં ફૂટબોલ વર્લ્ડ કપ આયોજિત થયો હતો. જેમાં ફૂટબોલર મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમ ચેમ્પિયન બની હતી. ભારતના દક્ષિણી રાજ્યોમાં ફૂટબોલ અને દિગ્ગજ ફૂટબોલર્સ પ્રત્યે ભારે ક્રેઝ જોવા મળે છે.

ભારતના દક્ષિણી રાજ્ય કેરળના થેકિંકડુ મેદાનમાં આ તહેવાર માટે હજારો લોકો ભેગા થયા હતા. દરેક વર્ષે આ મહોત્સવ જોવા માટે હજારો લોકો ભેગા થાય છે. મહોત્સવ આવેલા હાથીઓ પર ફૂટબોલર મેસ્સીનું કટઆઉટ બતાવવામાં આવ્યું હતું. જેને જોઈને ત્યા હાજર હજારો લોકો ઝૂમી ઉઠયા હતા. આ મહોત્સવના કેટલાક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

ત્રિશૂર પૂરમનો ઈતિહાસ

 

 

બે શતાબ્દીથી કેરળમાં ત્રિશૂર પૂરમનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વર્ષ 1798માં રાજા રામ વર્માના એક શાહી ફરમાનને કારણે ત્રિશૂર પૂરમની શરુઆત થઈ હતી. આ મહોત્સવનો ધ્યેય તમામ ધર્મના લોકોને એક સાથે લાવવાનો હતો. ત્રિશૂર પૂરમ કેરળના હિંદુઓનો તહેવાર છે. તેમાં અલગ અલગ મંદિરના હાથીઓને એકઠા કરીને તેમને શણગારવામાં આવે છે. હાથીઓની ભવ્ય પરેડ કરવામાં આવે છે. પારંપરિક રીતે ઢોલ નગાડા વગાડવામાં આવે છે. આ મહોત્વનો જોવા હજારો લોકો ભેગા થતા હોય છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…