Korean boys danced on Kala Chashma : સંગીત અને નૃત્ય વર્ષોથી માનવ સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહ્યુ છે. તેના થકી જ આજે સૌ મનોરંજન પણ મેળવે છે. સંગીત અને નૃત્ય લોકોના આનંદ અને ઉત્સાહમાં વધારો કરે છે. કેટલાક સોન્ગ અને ડાન્સ સ્ટેપ એટલા વાયરલ થઈ જાય છે કે લોકોના દિલમાં વસી જાય છે. હાલમાં કેટરીના કૈફનું કાલા ચશ્મા સોન્ગ ભારે વાયરલ થયો છે. આન્ટીઓના એક ગ્રુપ દ્વારા શરુ થયેલો આ ટ્રેડ ભારતીય ક્રિકેટ ટીમ અને વિદેશી વચ્ચે પણ પ્રખ્યાત થયો હતો. હાલમાં જ કોરિયન ગ્રુપનો આ સોન્ગ પર કરેલો ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કોરિયાના કેટલાક યુવાનો પારંપરિક કપડા પહેરીને ઉભા છે. તેમની પાછળ પણ કોરિયાનું કોઈ ધાર્મિક સ્થળ દેખાઈ રહ્યુ છે. આ યુવાનો કોરિયન ડાન્સ ગ્રુપના સભ્યો છે. તે સૌ બોલિવૂડના સોન્ગ ‘કાલા ચશ્મા’ પર આનંદ અને ઉત્સાહથી ડાન્સ કરી રહ્યા છે. તેઓ હાલમાં વાયરલ થયેલા આન્ટીઓના ડાન્સ સ્ટેપ કરી રહ્યા હતા. તેમને સોન્ગના શબ્દોની કોઈ સમજ ન હતી. પણ તેમનો ડાન્સ, ઉર્જા અમે ઉત્સાહ જોવા લાયક હતો.
આ વાયરલ થઈ રહેલો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ruhatenizo નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારો લાઈક અને વ્યૂઝ મળ્યા છે. દેશ-વિદેશના સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ક્યારેક વિચાર્યુ ન હતુ કે, ભારતીયોની જેમ વિદેશીઓને પણ આ સોન્ગ પસંદ આવશે. બીજા એક યુઝરે લખ્યું છે કે, એક નંબર પરફોર્મન્સ આપ્યુ છે.