Viral Video: સોના-ચાંદીની જગ્યાએ દુલ્હને બનાવ્યા બિસ્કીટના ઘરેણા, રુપ જોઈ ડરી ગયા લોકો

તે પોતાના લગ્નની તમામ તૈયારીઓ પર પણ નજર રાખે છે અને ખાસ તૈયારી કરે છે. હાલમાં એક દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં એક દુલ્હન ખાસ રીતે તૈયાર થયેલી દેખાય છે. તે બધી દુલ્હનથી અલગ દેખાય છે.

Viral Video: સોના-ચાંદીની જગ્યાએ દુલ્હને બનાવ્યા બિસ્કીટના ઘરેણા, રુપ જોઈ ડરી ગયા લોકો
Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Sep 19, 2022 | 11:50 PM

Shocking Video: લગ્ન એ દરેકના જીવનમાં એક ખાસ પ્રસંગ હોય છે. દરેક દુલ્હન ઈચ્છે કે તે તેના લગ્નને દિવસે સુંદર દેખાય. તેના માટે તે મહિનાઓથી પ્લાનિંગ કરે છે. મેકઅપ, કપડા, મહેંદી સ્ટાઈલથી લઈને ઘરેણા સુધીના બેસ્ટ આઈડિયા દુલ્હન વિચારી રાખે છે. કેટલીક દુલ્હન લગ્ન પહેલા તેના ઘરેણા, કપડા અને મેકઅપ એકવાર ટ્રાઈ કરીને જોઈ પણ છે કે તે કેવી દેખાશે. તે પોતાના લગ્નની તમામ તૈયારીઓ પર પણ નજર રાખે છે અને ખાસ તૈયારી કરે છે. હાલમાં એક દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં એક દુલ્હન ખાસ રીતે તૈયાર થયેલી દેખાય છે. તે બધી દુલ્હનથી અલગ દેખાય છે.

વાયરલ વીડિયોમાં તમને વિચિત્ર દુલ્હન જોવા મળશે. તેણે દુલ્હન જેવા કપડા પહેર્યા છે પણ તેના ઘરેણા ઘણા વિચિત્ર છે. સામાન્ય રીતે ઘરેણા સોના-ચાંદીના હોય છે પણ આ દુલ્હનના ઘરેણા બિસ્કીટવાળા હતા. તેનો બેકગ્રાઉન્ડમાં વાગતા બોલિવૂડના એક પ્રખ્યાત સોન્ગ પર અદાકારી બતાવી રહી છે. તેનો મેકઅપ એટલો વિચિત્ર છે કે તે કોઈ છોકરી જેવી લાગતી જ નથી. હકીકતમાં આ દુલ્હન છોકરી નહીં પણ છોકરો છે. તે એક નાનકડો ડાન્સ અને અભિનેતા છે. તે આવા રુપ બદલીને અનેક વીડિયો બનાવ છે અને તેનું ટેલેન્ટ લોકો સમક્ષ રજૂ કરે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયોને લગભગ 4 લાખ જેટલા વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝરે આ વિચિત્ર વીડિયો પર વિચિત્ર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, ભારતનું યુવાધન આ ક્યાં રવાડે ચઢ્યુ છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આના સાસરાવાળા તો બરાબરના ગભરાઈ ગયા હશે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ દુલ્હન તમારા પ્રેમ માટે તડપી રહી છે.