Viral Video : ભારતીય સૈનિક અને ગાય માતાએ એક જ થાળીમાં કર્યું ભોજન, હૃદયસ્પર્શી વીડિયો થયો વાયરલ

દરેક ઋતુમાં જીવના જોખમે ભારતીય સૈનિક ભારત માતાની રક્ષા કરતો હોય છે. હાલમાં આવા જ એક સૈનિકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : ભારતીય સૈનિક અને ગાય માતાએ એક જ થાળીમાં કર્યું ભોજન, હૃદયસ્પર્શી વીડિયો થયો વાયરલ
Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 17, 2023 | 5:48 PM

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયો લોકોને હસાવી દે છે, કેટલાક વીડિયો લોકોને ભાવુક કરી દે છે. સોશિયલ મીડિયા પર દેશભક્તિને લગતા વીડિયો પણ વાયરલ થતા હોય છે. તેમાં પણ ભારતીય સૈન્યને લગતા વીડિયો તો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થતા હોય છે. ભારતીય સૈન્ય અને સૈનિકો રાત-દિવસ દેશની રક્ષા માટે સરહદ પર તૈનાત રહે છે. દરેક ઋતુમાં જીવના જોખમે ભારતીય સૈનિક ભારત માતાની રક્ષા કરતો હોય છે.

હાલમાં આવા જ એક સૈનિકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો કઈ જગ્યાનો છે ? ક્યા સમયનો છે ? આ સૈનિક ક્યાં રેજિમેન્ટનો છે ? તે જાણવા નથી મળ્યું, પણ આ હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ ગમ્યો છે. જેને કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

ભારતમાં હિન્દુ ધર્મમાં ગાયને માતાની જેમ પૂજવામાં આવે છે. આ જ ગાય માતા સાથે ભારતીય સૈનાનો બહાદુર જવાન એક જ થાળીમાંથી જમતો જોવા મળી રહ્યો છે. ભારતમાં લોકો ગાય માતાને રોજ ઘરનું ભોજન અને ઘાસચારો ખવડાવે છે. પણ આવા દ્રશ્યો તમે પહેલા ભાગ્યે જ જોયો હશે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, મેરા દેશ મહાન. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ ફક્ત ભારતમાં જ થઈ શકે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાં હમારા.