Viral Video: વરસાદી પાણીમાં ડુબી ગયું ભારતનું IT HUB બેંગ્લોર, પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત

IT HUB Bangalore: વરાસાદ, પૂર અને બરબાદી...સાઉથ બેંગ્લોરમાં હાલ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. જેના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેયર થઈ રહ્યા છે.

Viral Video: વરસાદી પાણીમાં ડુબી ગયું ભારતનું IT HUB બેંગ્લોર, પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત
Viral Video India IT HUB Bangalore
Image Credit source: TV9 gfx
| Edited By: | Updated on: Sep 07, 2022 | 9:53 PM

ભારતનું આઈટી હબ ગણાતા બેંગ્લોરમાં (IT HUB Bangalore) હાલ વરસાદ, પૂર અને બરબાદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આવો વરસાદ અને પૂર બેંગ્લોરના લોકોએ કદાચ 32 વર્ષ પહેલા જોઈ હશે. આખા દેશમાં સવાલ થઈ રહ્યા છે કે ભારતનું આટલું મોટું શહેર વરસાદી પાણીને કારણે કેમ ડૂબી ગયું. શું વરસાદી પાણીના નીકાલની કોઈ સુવિધા ન હતી. કઈ સમસ્યાને કારણે આ વરસાદી પાણી ભરાયા હશે? હાલ સોશિયલ મીડિયા પર બેંગ્લોરના પૂરના અનેક વીડિયો વાયરલ (Viral Video) થયા છે. આ વીડિયોમાં લોકોના જનજીવન અસ્તવ્યસ્ત થયેલા જોવા મળી રહ્યા છે. ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. આ દ્રશ્યો દક્ષિણ બેંગ્લોરના છે.

વરસાદ પહેલા મહાનગરપાલિકા વરસાદના પાણી ન ભરાઈ તે માટેની તમામ કામગીરી થઈ ગઈ હોવાની બાંહેધરી આપે છે પણ વરસાદમાં તેમના તમામ દાવાઓ ધોવાઈ જાય છે. બેંગ્લોરમાં પણ કંઈક આવું જ થયું છે. કન્સ્ટ્રક્શનની ભૂલની સજા આખું શહેર ભોગવી રહ્યું છે. બેંગ્લોરમાં વરસાદી પાણીના નિકાલનો માસ્ટર પ્લાન થયો ફેલ ગયો છે. જેની સજા સામાન્ય જનતા ભોગવી રહી છે. નોકરી-ધંધા પર જતા લોકોએ ટ્રેકટર કે JCBનો સહારો લેવો પડી રહ્યો છે. અનેક આઈટી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ પોતાના કર્મચારીઓને આપી દીધુ છે. અનેક પાર્કિગમાં પાણી ભરાતા કાર આખીને આખી ડૂબી ગયેલી જોવા મળે છે.

આ રહ્યા બેંગ્લોરના પૂરના ભયાનક વીડિયો

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આવા અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બેંગ્લોર એ ભારતનું આઈટી હબ છે, તેમાં અનેક આઈટી કંપનીઓ કાર્યરત છે અને તેના માટે અનેક પ્રવાસી કર્મચારીઓ ત્યાં કામ કરવા માટે આવે છે. ખોટા ઈન્ફાસ્ટ્રચરને કારણે પાણીનો નિકાલ ન થતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને લઈને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.