વાયરલ વીડિયો: ચાલુ કલાસમાં માસ્ટર સાહેબ એ મટકાવી કમર, મસ્તી સાથે શીખવી રહ્યા છે શિક્ષણના પાઠ

ભૂતકાળમાં તમે અનોખી રીતે શિક્ષણ આપતા શિક્ષકોનો વીડિયો સોશિયલ મીડિયા પર જોયો જ હશે. હાલમાં એક શિક્ષકનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તે ચાલુ કલાસમાં બોલિવૂડના એક ગીત પર નાચતા જોવા મળી રહ્યા છે.

વાયરલ વીડિયો: ચાલુ કલાસમાં માસ્ટર સાહેબ એ મટકાવી કમર, મસ્તી સાથે શીખવી રહ્યા છે શિક્ષણના પાઠ
Viral video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 04, 2022 | 6:54 PM

Funny Video : માતા-પિતા પછી કોઈ વ્યક્તિના જીવનમાં કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે છે શિક્ષક. તેમના દ્વારા આપવામાં આવતુ શિક્ષક વ્યક્તિનું ઘડતર કરે છે. વિદ્યાર્થીઓ તેમના વ્યવહાર પરથી ઘણુ શીખતા હોય છે. આધુનિક જમાનામાં જૂના જમાના જેવા કઠોર શિક્ષકો નથી હોતા. ભૂતકાળમાં તમે અનોખી રીતે શિક્ષણ આપતા શિક્ષકોનો વીડિયો સોશિયલ મીડિયા પર જોયો જ હશે. હાલમાં એક શિક્ષકનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. તે ચાલુ કલાસમાં બોલિવૂડના એક ગીત પર નાચતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ક્યા શહેરનો છે તે જાણવા મળ્યુ નથી પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયોમાં એક શાળાનું દ્રશ્ય જોઈ શકાય છે. એક માસ્ટર સાહેબ સ્કૂલમાં નાના વિદ્યાર્થીઓ સામે નાચતા-ગાતા અને કમર મટકાવતા જોવા મળી રહ્યા છે. તેમની આજુબાજુ નાના વિદ્યાર્થીઓ જોઈ શકાય છે. માસ્ટર સાહેબ અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘કુલી’ના ગીત ‘એક્સીડેન્ટ હો ગયા રબ્બા રબ્બા’ ગાઈને કમર મટકાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ આ જોઈને ખુશ છે. આ વીડિયો પણ મિશ્ર પ્રતિશાદ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આ વીડિયોને પસંદ પણ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો આ શિક્ષક પર ચાલુ ક્લાસમાં આવી પ્રવૃતિ કરવાને કારણે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @navalkant નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, ધરતીની છાતી ચીરીને આવે છે આ સરકારી માસ્ટર. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ તો ભણવાની અનોખી રીત છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે , શિક્ષકો જોકર બની રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યુન છે કે, વાહ…શિક્ષક પણ ખુશ અને વિદ્યાર્થીઓ પણ ખુશ.