Viral Video : અમેરિકામાં નીકળ્યો પટેલનો વરઘોડો, રસ્તો બંધ કરાવીને જોરદાર નાંચ્યા

|

Mar 04, 2023 | 6:07 AM

હાલમાં અભ્યાસ અને નોકરી-ધંધા માટે અનેક ગુજરાતી પરિવારો વિદેશની ધરતી પર જઈને વસ્યા છે. આવા ગુજરાતીઓ દ્વારા દેશનું નામ રોશન થાય તેવો સતત પ્રયાસ કરતા હોય છે. તેમાના જ એક ગુજરાતીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Viral Video : અમેરિકામાં નીકળ્યો પટેલનો વરઘોડો, રસ્તો બંધ કરાવીને જોરદાર નાંચ્યા
Viral Video

Follow us on

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. દુનિયાનો લગભગ કોઈ એવો દેશ નહીં હોય જ્યાં ગુજરાતી પહોંચ્યો ન હોય. જ્યાં જ્યાં ગુજરાતીઓ પહોંચે છે તેઓ ગુજરાતની છાપ છોડીને જ આવે છે. હાલમાં અભ્યાસ અને નોકરી-ધંધા માટે અનેક ગુજરાતી પરિવારો વિદેશની ધરતી પર જઈને વસ્યા છે. આવા ગુજરાતીઓ દ્વારા દેશનું નામ રોશન થાય તેવો સતત પ્રયાસ કરતા હોય છે. તેમાના જ એક ગુજરાતીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર આ વીડિયો અમેરિકન કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સૂરજ પટેલનો છે. આ લગ્ન સૂરજ પટેલના ભાઈના છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ન્યૂયોર્કની મોટી મોટી બિલ્ડિંગ વચ્ચે ગુજરાતીઓ શહેરમાંથી આન-બાન અને શાન સાથે વરઘોડો કાઢતા જોવા મળી રહ્યાં છે. તેઓ બેન્ડ બાજાની ધૂન પર જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. વાયરલ વીડિયોમાં વિદેશી યુવતી અને દુલ્હા-દુલ્હન પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ રહ્યો એ મજેદાર વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video : ભાભી સાથે અનૈતિક સંબંધનો આરોપ લાગ્યો તો દીયરે આપી અગ્નિપરીક્ષા ! અંગારા પર કર્યું આ કામ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ ભાઈ વાહ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, પટેલોનો વટ છે ભાઈ જોરદાર. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, એક દિવસ આખી દુનિયામાં ગુજરાતીઓ વરઘોડા કાઢશે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો : Viral Video : બ્રૂસ લી બનવાના ચક્કરમાં પહોંચી ગયો હોસ્પિટલ, વધારે પડતો ઉત્સાહ ભારે પડયો

Published On - 2:53 pm, Fri, 3 March 23

Next Article