Viral video : નાગાલેન્ડ પ્રવાસને કેવી રીતે બનાવશો successful ? ‘નાની આંખોવાળા’ મંત્રીએ સની દેઓલની સ્ટાઈલમાં આવું કહ્યું

|

May 07, 2023 | 7:25 AM

Temjen Imna Along : તમે સની દેઓલની ફિલ્મ બોર્ડર જોઈ જ હશે, જેમાં તે લડાઈ પહેલા સૈનિકોને કંઈક કહેતો જોવા મળે છે. આ ટૂંકી ક્લિપ તેમજેન ઈમ્નાએ રમૂજી રીતે શેર કરી છે અને લોકોને ટીપ્સ આપી છે કે, તેઓ કેવી રીતે તેમની નાગાલેન્ડ સફરને સફળ બનાવી શકે છે.

Viral video : નાગાલેન્ડ પ્રવાસને કેવી રીતે બનાવશો successful ? નાની આંખોવાળા મંત્રીએ સની દેઓલની સ્ટાઈલમાં આવું કહ્યું
Nagaland

Follow us on

તમે નાગાલેન્ડના તે મંત્રીને ભૂલ્યા ન હોવ, જેમણે પોતાની નાની આંખોના ફાયદા ગણાવ્યા હતા. તેનું નામ તેમજેન ઇમના અલોંગ (Temjen Imna Along) છે. તેઓ રાજ્યના ઉચ્ચ શિક્ષણ અને આદિજાતિ બાબતોના મંત્રી છે. તે સોશિયલ મીડિયા પર તેની રમુજી સ્ટાઇલ માટે ફેમસ થઈ ગયા છે. તે અવાર-નવાર અલગ-અલગ પ્રકારના વીડિયો શેર કરતા રહે છે, જે લોકોના ચહેરા પર સ્મિત લાવે છે. હાલમાં તેમનો આવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે ખૂબ જ ફની છે. તેણે સની દેઓલની સ્ટાઈલમાં કહ્યું કે, નાગાલેન્ડની સફર કેવી રીતે સફળ બનાવવી?

આ પણ વાંચો : ‘યે બાબુરાવ કા નહીં, તેમજેન કા સ્ટાઈલ હૈ’, BJP નેતાએ કર્યો અદભૂત ડાન્સ, શેર કર્યો Video

કસુવાવડ પછી કેટલા દિવસ આરામ કરવો જોઈએ?
એક IPL મેચમાંથી અમ્પાયરો કેટલી કમાણી કરે છે?
Watermelon Seeds : તરબૂચ ખાતા સમયે ભૂલથી બીજ ગળી જાઓ તો શું થાય ? જાણો
Jioનો સૌથી સસ્તો મંથલી પ્લાન ! અનલિમિટેડ કોલ્સ, ડેટા અને SMSના લાભ
તમારી આ 5 ભૂલો તમારા ચશ્માને પહોંચાડી શકે છે નુકસાન, આજે જ સુધારી લો
No Oil Diet : તેલ ખાવાનું બંધ કરી દો તો શરીર પર શું અસર થાય ? જાણી લો

વાસ્તવમાં, નાગાલેન્ડ ફરવા માટે એક બેસ્ટ સ્થળ છે. તેને ‘લેંડ ઓફ ફેસ્ટિવલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી. અહીંના પ્રખ્યાત પર્યટન સ્થળોમાં દીમાપુર, ફેક ટુરિઝમ, તુએનસાંગ, કોન્યાક અને જુકુ વેલી જેવા ઘણા સ્થળોનો સમાવેશ થાય છે. રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તેમજેન ઈમ્નાએ અનોખી શૈલીમાં વીડિયો શેર કર્યો છે અને લોકોને આમંત્રિત કર્યા છે.

જુઓ રમુજી વીડિયો

તમે બોર્ડર ફિલ્મ તો જોઈ જ હશે, જેમાં સની દેઓલ લડાઈ પહેલા સૈનિકોને કહેતા જોવા મળે છે કે જો તમારામાંથી કોઈ લડાઈમાં જોડાવાનો નિર્ણય લઈને ભાગવાનો પ્રયત્ન કરશે તો હું તેને ગોળી મારી દઈશ અને જો મારા પગલાં ડગમગશે તો તમે મને ગોળી મારી દેજો. આ ટૂંકી ક્લિપને શેર કરતા, તેમજેન ઈમ્નાએ મજાકમાં કેપ્શનમાં લખ્યું, ‘ટિપ્સ – તમારી નાગાલેન્ડ ટ્રીપને કેવી રીતે સફળ બનાવવી. તમારા મિત્રો સાથે શેર કરો’.

માત્ર 19 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 49 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 4 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ ફની કમેન્ટ્સ પણ કરી છે. કેટલાક કહે છે કે, ‘કોઈએ આટલા પ્રેમથી બોલાવે તો કોઈએ જવું પડશે’, જ્યારે કેટલાક કહે છે કે, ‘ તમારા જેવી સેંસ ઓફ હ્યુમર હોય તો જીવન આસાન થઈ જાય.’

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…